તમે સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘણી અવારનવાર ઘટનાના વિડીયો જોતા હશો. ત્યારે હાલમાં બનેલી એક કાળજું કંપાવી દેનારી અકસ્માતની સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મિત્રો તમે આવો ભયંકર અકસ્માત પહેલા ક્યારેય નહીં જોયો હોય.
આ ઘટનામાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બસનો ડ્રાઇવર ટ્રક ના ટાયરની નીચે આવી ગયો હતો. આ કારણોસર તેનું દર્દનાક મોત થયું હતું. ઉપરાંત અકસ્માતની ઘટનામાં બસમાં સવાર 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે.
અકસ્માતની ઘટના ફિરોઝાબાદ માંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના સોમવારના રોજ મોડી રાત્રે બની હતી. પરંતુ ઘટનાનો વિડીયો મંગળવારના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઘટનામાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક ચોકડીને ક્રોસ કરી રહેલી બસને ટ્રક જોરદાર ટક્કર લગાવે છે.
ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. ત્યાર પછી આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રકનો ડ્રાઇવર ઘટના સ્થળે ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં બસના ડ્રાઇવરનું મૃત્યુ થયું છે.
બસ અને ટ્રક વચ્ચે એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… જો હિંમત હોય તો જ આખો વિડિયો જોજો… pic.twitter.com/ZFgTQLGPX4
— GUJJU ROCKZ (@gujju_rockz) October 25, 2023
બાકીના 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા બસના ડ્રાઇવર નું નામ જીતેન્દ્રકુમાર હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી. જીતેન્દ્ર કુમારનું મોત થતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment