ગુજરાત રાજ્યના આ શહેરોમાં બનશે દુબઈ – સિંગાપુર જેવી ઇમારતો, રાજ્યસરકાર નો મોટો નિર્ણય.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરો ની આગવી ઓલખ ઊભી થઈ શકે તેવી સ્કાય રાઈઝડ ઇમારતોના બાંધકામ માટેના સીજીડીઆર 2017 ના રેગ્યુલેશન માં ફેરફાર કરતા.

પ્રાથમિક જાહેરનામાના અન્વયે આવેલા વાંધા સૂચનોને ધ્યાને લીધા બાદ આ જાહેરનામા ને આખરી મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ તારીખ 18 ઓગસ્ટ 2020 ના દિવસે રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપુર દુબઈ નિ જેમ સ્કાય સ્કેપર્સ, ગગનચુંબી ઇમારતો આઇકોનિક સ્ટ્રક્ટર્સ બાંધકામ ને પરવાનગી આપવા માટેની જાહેરાત કરવા.

સાથે પ્રાથમિક જાહેરનામું પ્રાયમરી નોટીફિક્શન મંજૂર કર્યું હતું અને આ સર્દભમાં વિભાગ દ્વારા વાંધા સૂચનો મંગાવામાં આવેલા હતા. આ મંજૂરી મળતા રાજ્યના પાંચ મહાનગરોમાં આભ ને આંબતા હાઇરાઇજડ બિલ્ડિંગ સ્ટ્રકચર નિર્માણ નો નવો યુગ શરૂ થશે.

ટોલ બિલ્ડિંગ ઊંચી ઇમારતો માટેના રેગયુલેશન નું આખરી જાહેરનામું પ્રસિઘ્ધ થવાની સાથે જ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર કોર્પોરેશન અને સતાં મંડળો દ્વારા ગગનચુંબી ઈમારતોને મંજૂરી આપી શકાશે.

એટલું જ નહિ દેશ અને દુનિયાના અન્ય શહેરો સાથે ગુજરાત ના શહેરો પણ પોતાની આગવી ઓળખ ધરાવતા હાઇરાઈઝડ બિલ્ડિંગ સ્ટ્રકચર્સ નિર્માણ નો નવો યુગ શરૂ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*