ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ચારેય બાજુ લગ્નની સીઝન ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી લગ્નની અનોખી કંકોત્રી છપાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની અનોખી કંકોત્રીના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં એક અનોખી કંકોત્રીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
કંકોત્રીના બોક્સની અંદરથી એવી એવી વસ્તુ નીકળી કે જોઈને તમે પણ આશ્ચર્યચકી તથા જશો. મિત્રો તમે ઘણા પૈસા વાળા લોકોની અનોખી કંકોત્રી જોઈ હશે. જેમાં મહેમાનોને આમંત્રણ આપવા માટે બોક્સમાં કંકોત્રી મોકલવામાં આવતી હોય છે. આવા બોક્સમાંથી લગ્નના કાર્ડ, ડ્રાયફ્રુટ, મીઠાઈ અથવા તો કેટલીક કીમતી ગિફ્ટ મોકલવામાં આવતી હોય છે.
હાલમાં કંકોત્રીની અંદરથી કંઈક એવી વસ્તુ નીકળી કે જોઈને તમે પણ ચોકી જશો. વિગતવાર વાત કરીએ તો એક વ્યક્તિના ઘરે લગ્નની અનોખી કંકોત્રી આવે છે. આ કંકોત્રી જોઈને તે વ્યક્તિ કંકોત્રી ખોલતા પહેલા પોતાના મોબાઈલનો કેમેરો ચાલુ કરીને કંકોત્રી ખોલવાનું શરૂ કરે છે. ત્યારે સૌ પ્રથમ કંકોત્રી ની અંદરથી લગ્નના આમંત્રણના ત્રણ કાર્ડ જોવા મળે છે.
જેમાં વર કન્યાનું, નામ લગ્નનું સ્થળ અને કેટલાક સંબંધીઓના નામ લખેલા છે. અને પછી કંકોત્રીના બોક્સની અંદરથી દારૂની નાની બોટલ અને સાથે ડ્રાયફૂટ રાખવામાં આવેલું છે. કંકોત્રીના બોક્સની અંદર દારૂની બોટલ જોઈને ભલભલા લોકોને હોશ ઉડી ગયા હતા. આ અનોખી કંકોત્રીનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર school.days_ નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.મિત્રો થોડાક દિવસો પહેલા ગુજરાતમાં રાજકોટ શહેરમાં એક વ્યક્તિએ પોતાની દીકરીની લગ્નની કંકોત્રી ની અંદર અનોખું લખાણ લખાવ્યું હતું.
View this post on Instagram
જેમાં લગ્નમાં આવતા મહેમાનો માટે સૂચના આપવામાં આવી હતી કે લગ્નમાં મહેરબાની કરીને કોઈએ દારૂ પીને આવવું નહીં. એક બાજુ લોકો સમાજમાં જાગૃતતા આવે તે માટે આવી કંકોત્રી છપાવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ કેટલાક લોકો લગ્નની કંકોત્રીની સાથે દારૂની બોટલ પણ મોકલી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment