સુરતમાં ભર બજારમાં ભાઈએ પોતાની બહેનના પતિ ઉપર ગોળી ચલાવી, બહેનના પતિનું કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 6:31 pm, Mon, 18 July 22

સુરત શહેરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સુરતના લાલગેટ નાણાવટી વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ માથાભારી વ્યક્તિએ તેના બનેવી પર ત્રણ વખત ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર આ જીવ લેવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આરોપીનું નામ ફૈયુ સુકરી છે. ફૈયુ સુકરીની પિતરાઈ બહેનનો પતિ હાજી અંજીર તેની બહેનને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. તેથી ઉશ્કેરાઈને ફૈયુ સુકરીએ પોતાના બનેવી નો જીવ લઈ લીધો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે , હાજી અંજીર તેની પત્ની સાથે અવારનવાર ઝઘડા કરતો હતો અને તેની પત્નીને ત્રાસ આપતો હતો. આ વાતની જાણ પત્નીના પિતરાઈ ભાઈ સુકરીને થઈ હતી. જેણે આ વાતને અદાવત રાખીને મોડી રાત્રે પોતાના બનેવી હાજી અંજીર ત્રણ વખત ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો હતો.

મળતી માહિતી અનુસાર હાજી તેની પત્ની સાથે ઝઘડો કરતો હતો અને અવારનવાર તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આ વાતની જાણ પત્નીના પિતરાઈ ભાઈ સુકરીને થઈ હતી. મળતી માહિતી અનુસાર સુકરી ઘણા લાંબા સમયથી જેલમાં હતો.

તે થોડા સમય પહેલાં જ પેરોલ પર બહાર આવ્યો હતો. મળતી માહિતી અનુસાર હાજી ગઈકાલે મોડી રાત્રે લાલગેટ ફાયદા બજાર ત્રણ રસ્તા પાસે બેઠો હતો. આ દરમિયાન સૂકરી ત્યાં પિસ્તોલ લઈને આવ્યો હતો.

અને પોતાના બનેવી હાજી પર પિસ્તોલ વડે પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં હાજીને પીઠના ભાગે અને કાનના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેથી તેનું કારણ મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં ભર બજારમાં ભાઈએ પોતાની બહેનના પતિ ઉપર ગોળી ચલાવી, બહેનના પતિનું કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*