ગર્ભવતી બહેનની નજરની સામે ભાઈએ બહેનના પતિનો જીવ લઈ લીધો…ગર્ભવતી બેનના સૌભાગ્યનો સુરજ સદાય માટે આથમી ગયો…

Published on: 3:15 pm, Fri, 26 August 22

ગુજરાત રાજ્યમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે છોટા ઉદયપુર જિલ્લામાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. છોટા ઉદયપુર જિલ્લાના પાવી જેતપુરના તાલુકાના ઘૂટણવડ ગામે ગઈકાલે ગુરુવારે મોડી સાંજે એક જીવ લેવાની ઘટના બની હતી. જેમાં બહેને પ્રેમ લગ્ન કરતા જ ભાઈએ બહેનના પતિનો જીવ લઈ લીધો હતો. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.

આરોપી ભાઈના લીધે 8 મહિનાની ગર્ભવતી બેનના સોભાગ્યનો સુરજ સદાય માટે આથમી ગયો છે. આ ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઘટનાની ગણતરીની મિનિટોમાં જ આરોપી ભાઈની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો પાવી જેતપુર તાલુકાના ઘુટણવડ ગામના સુનિલભાઈ શંકરભાઈ રાઠવા નામના યુવકને બાજુના જ કિકાવાડા ગામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો.

આ બંને પ્રેમી પંખીડા હોય દોઢ વર્ષ પહેલા કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. તેમ છતાં પણ યુવતીના પરિવારજનો એ તેના લગ્ન બીજી જગ્યાએ કરી દીધા હતા. પરંતુ યુવતી થોડાક મહિના જ પોતાના પતિને ત્યાં રહી અને ત્યારબાદ પોતાના પ્રેમીને પામવા માટે ઘરે પાછી આવીને પ્રેમી સાથે રહેવા લાગી હતી. આ વાતથી યુવતીનો ભાઈ ખૂબ જ નારાજ હતો.

સુખી લગ્ન જીવનમાં યુવતી ગર્ભવતી બની ગઈ હતી અને તેના આઠ મહિના પણ થઈ ચૂક્યા છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે મોદી સાંજે જ્યોતિનો ભાઈ પોતાના પિતાની બંદૂક લઈને કિકાવાડાથી ઘૂંટણવડ પોતાના બહેનના ઘરે પહોંચ્યો હતો. ત્યાં જઈને તેને બૂમાબૂમ કરી હતી. તેથી સુનિલભાઈ ઘરની બહાર નીકળ્યા હતા સાથે જ બહેન પણ ઘરની બહાર આવી હતી.

બહાર આવીને બેસીને જોયું ત્યારે તેને પોતાના ભાઈના હાથમાં બંદૂક જોઈ હતી તેથી તે ખેતરમાં દોડી ભાગી હતી. તેની પાછળ તેનો પતિ સુનિલ પણ ખેતર બાજુ ભાગ્યો હતો. આ દરમિયાન આરોપી સચિને પોતાના બનેવી સુનિલના પીઠ પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો હતો. જેના કારણે સુનિલ જમીન પર ઢળી પડ્યો હતો.

ત્યારબાદ સચિન ત્યાં પહોંચી અને સુનિલના માથાના ભાગે અને શરીરના ભાગે પણ ગોળી ચલાવી હતી. જેના કારણે સુનિલનું કારણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપી સચિનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગર્ભવતી બહેનની નજરની સામે ભાઈએ બહેનના પતિનો જીવ લઈ લીધો…ગર્ભવતી બેનના સૌભાગ્યનો સુરજ સદાય માટે આથમી ગયો…"

Leave a comment

Your email address will not be published.


*