મિત્રો દેશમાં દિવસેને દિવસે જીવ લેવાની અને જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં નાની-નાની બાબતમાં જીવ લઈ લેવામાં આવતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર ડીજે પર ડાન્સ ડાન્સ કરવાની બાબતમાં ઝઘડો થતા પિતરાઈ ભાઈ પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભયના માહોલ છવાઈ ગયો હતો. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરી નથી. મૃત્યુ પામેલા યુવકનું નામ વિશાલ હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી. દોઢ મહિના પહેલા વિશાલ અને તેના પિતરાઈ ભાઈ વિકાસના લગ્ન હતા. લગ્નમાં ડીજે પર ડાન્સ કરવાની બાબતમાં ઝઘડો થઈ ગયો હતો.
આ વાતની અદાવત રાખીને વિકાસે ગુરુવારના રોજ વિશાલને ફોન કરીને તેના ઘરથી થોડુંક દૂર બોલાવ્યો હતો. ત્યાં વિકાસ પોતાના છ થી પણ વધારે મિત્રો સાથે ત્યાં ઉભો હતો. વિશાલ ત્યાં જાય છે ત્યારે તેઓ વિશાલને ઘેરી લે છે અને વિશાલની ધુલાઈ કરવાનું શરૂ કરે છે.
ત્યારે વિશાલ ભાગવાની કોશિશ કરે છે ત્યારે વિશાલ ઉપર બે વખત ગોળી ચલાવવામાં આવી હતી. આ કારણસર વિશાલનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાની જાણ તથા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
આ સમગ્ર ઘટનાને લઈને વિશાલના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી વિકાસ, તેના પિતા હરિશ્ચંદ્ર, તુરી, મુકેશ રીન્કુ, રોહિત, સોનુ, શૈલેન્દ્ર, સોનુ રીક્ષા અને રામ કુમાર સહિત અન્ય લોકો સામે FIR નોંધાવી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસની અલગ અલગ ટીમ આરોપીઓની શોધખોળ કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment