હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું. યુવકે પોતાનો જીવતું કાવ્યો તે પહેલા એક વિડીયો બનાવ્યો હતો અને પોતાની બહેનને વોટ્સએપ પર મોકલ્યો હતો. વિડીયો જોવે તે પહેલા તો યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. યુવકે વીડિયોમાં કહ્યું હતું કે, મારા મૃત્યુ માટે મારા મિત્રની પત્ની જવાબદાર છે.
તેને કોઈ સંજોગોમાં છોડશો નહીં. તેને પ્રેમનો ભોગ કરીને મને પોતાની જાળમાં ફસાવીને મારી સાથે છેતરપિંડી કરી અને 10 થી વધુ છોકરાઓ સાથે અફેર ચલાવ્યું. હું ઇચ્છું છું કે મારા મૃત્યુ પછી તેને કડકમાં કડક સજા મળે.” મળતી માહિતી અનુસાર આ ઘટના મુરાદાબાદમાં બની હતી. અહીં એક 25 વર્ષના રવિ નામના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
તે મુરાદાબાદની લાઈન પર એકતા કોલોનીમાં તેના સંબંધી સાથે રહેતો હતો. સમગ્ર ઘટનાને લઈને રવિના સંબંધીએ જણાવ્યું કે, રવિ ચોકીદારની સાથે ડ્રાઇવર નું કામ પણ કરતો હતો. રવિવારના રોજ તે બાઈક લઈને ઘરેથી નીકળ્યો હતો. તેને કહ્યું હતું કે તે કાશીરામ નગરમાં બુદ્ધ પાર્ક જઈ રહ્યો છે. રવિવારના રોજ તે ઘરે પાછો આવ્યો નહીં.
સોમવારના રોજ પોલીસે સંબંધીઓને ફોન કરીને જણાવ્યું કે, રવિનું મૃતદેહ ગૌતમ બુદ્ધ પાર્ક પાસે રોડના કિનારે ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યું છે. રવિના સંબંધીએ વધુમાં જણાવ્યું કે, રવિનું મૃતદેહ જ્યાં લટકતી હાલતમાં મળી આવ્યું હતું ત્યાંથી થોડીક દૂર તેના મિત્ર નું ઘર છે. ઘણીવાર રવિ તેના ઘરે રહેતો હતો. મૃત્યુ પહેલા બનાવેલા વીડિયોમાં રવિએ એક મહિલા ઉપર આરોપ લગાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર રવિએ જે મહિલા ઉપર આરોપ લગાવ્યો તે તેના મિત્રની બહેન હતી. મહિલાનો પતિ કાશીરામ નગરમાં રહે છે. રવિની તેની સાથે પણ મિત્રતા હતી. રવિ અવારનવાર તેના ઘરે આવતો જતો રહેતો હતો. રવિ એ પોતાનું જીવન ટૂંકાવ્યું તે પહેલા એક વિડીયો બનાવીને પોતાની બહેનને વોટ્સએપ પર મોકલ્યો હતો.
જેમાં યુવક કહે છે કે, ” મારા મરતાં પહેલાં હું કંઈક કહેવા માગું છું. દોસ્ત થોડા દિવસ પછી તું આ વિડીયો જોઈને મને ધિક્કારશે. આ ઉપરાંત તેને વીડિયોમાં ઘણું બધું કહ્યું હતું. જેમાં તેને પોતાના મિત્રની પત્ની વિશે ઘણી બધી વાતો કરી હતી અને તેની પત્ની કેવી છે તે પણ તેને તેમાં કીધું હતું. આ ઉપરાંત વીડિયોમાં તેને કહ્યું હતું કે હું મારા મિત્રની પત્નીના કારણે આ પગલું ભરું છું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment