ભાઈનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થતા, બહેને સુસાઇડ કરી લીધું… ભાઈ-બહેન એક સાથે જ અર્થી ઉઠશે…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. મિત્રો તમને બધાને ખબર હશે કે સમગ્ર દેશભરમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. આવા માહોલમાં વરસાદી પાણીમાં તણાઈ જવાની ઘટનાઓ પણ ખૂબ જ વધારે પડતી બને છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક આ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં વરસાદી પાણીમાં તણાઈ જવાના કારણે 19 વર્ષના યુવકનું મોત થયું છે.

પાણીમાં તણાઈ ગયા બાદ અડધો કલાક પછી યુવકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ત્યાં સુધીમાં તો તેનું મોત થઈ ગયું હતું. યુવકના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. યુવકના મોતનો સૌથી મોટો આઘાત તેની બહેનને લાગ્યો હતો. પોતાના ભાઈના મોતના સમાચાર મળતા જ બહેને ઘરે કંઈક એવું પગલું ભર્યું કે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના બિકાનેર માંથી સામે આવી રહી છે. ઘટનામાં 19 વર્ષના સંદીપ નામના યુવકનું વરસાદી પાણીમાં તણાઇ જવાના કારણે મોત થયું હતું. સંદીપના મોતના સમાચાર મળતા જ તેની બહેન રેખાએ પાણીથી ભરેલા ખાડામાં કૂદીને સુસાઇડ કરી લીધું હતું. આ કારણસર રેખાનું પણ મોત થઈ ગયું હતું.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યો છે કે સંદીપ પોતાના મિત્રો સાથે બરસાતી નદી જોવા માટે ગયો હતો. આ દરમિયાન સંદીપ લગભગ બે વાગ્યાની આસપાસ પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો. ત્યાર પછી તો તેની સાથે આવેલા મિત્રોએ અને ગામના લોકોએ મળીને લગભગ અડધો કલાક સુધી પાણીમાં સંદીપની શોધખોળ કરી હતી.

અડધો કલાક બાદ સંદીપના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ સંદીપને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સંદીપના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારે લગભગ ચાર વાગ્યાની આસપાસ સંદીપની બહેને પાણીથી ભરેલા ખાડામાં કૂદીને સુસાઇડ કરી લીધું હતું.

આ કારણોસર સંદીપની બહેનનું પણ મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે ભાઈના મોતનો આઘાત બહેન સહન કરી શકી નહીં આ કારણોસર તેને સુસાઇડ કરી લીધું. ભાઈના મૃત્યુ બાદ બહેનનું મોત થતા જ એક હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*