બહેને સાથે ફોનમાં વાત કરીને ભાઈએ ટ્રેનની સામે કૂદીને સુસાઈડ કરી લીધું…જાણો ભાઈએ બહેનને ફોનમાં એવું તો શું કહ્યું હશે…

હાલમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં 23 વર્ષના યુવકે ટ્રેનની સામે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની જાણ થતા જીઆરપી ઘટના સ્થળે પહોંચી આવી હતી અને યુવકના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ ઘટના હરિયાણાના હિસાર માંથી સામે આવી રહી છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ સની હતું. સની પોતાના પરિવાર સાથે રહેતો હતો. મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોએ જણાવ્યું કે, સનીને એની પત્ની અને સાસરિયાંઓ માનસિક ત્રાસ આપતા હતા. આ કારણોસર તેને સુસાઇડ જેવું મોટું પગલું ભર્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ શનિવારના રોજ યુવકના મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા સની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો. લગભગ ત્રણ વર્ષ પેલા તેના પિતાનું અવસાન થયું હતું. સની અને તેના નાના ભાઈના લગ્ન નવેમ્બર 2022 માં થયા હતા.

પરિવારના લોકોને કેવું છે કે લગ્નના થોડાક મહિના બાદ સનીની પત્ની અને તેના સાસરિયાઓ તેને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. સનીની પત્ની પોતાના પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. ત્રણ ચાર દિવસ પહેલા સની પોતાની પત્નીને લેવા માટે ગયો હતો, પરંતુ પત્ની એ તેની સાથે આવવાની ના પાડી દીધી હતી. જેના કારણે સનિ ખૂબ જ માનસિક રીતે પરેશાન થઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ સનિ સાંજના સમયે એક રેલવે સ્ટેશન પર પહોંચ્યો હતો. રેલ્વે સ્ટેશન પર બેસીને તેને પોતાની બહેનને ફોન કર્યો હતો. બહેનને ફોન કરીને તેને જણાવ્યું હતું કે પત્ની અને સાસરીયાઓના ત્રાસ રીતે કંટાળી ગયો છે. જેના કારણે તે સુસાઇડ કરવા જઈ રહ્યો છે. તેને પોતાની બહેન સાથે ફોન પર 10 મિનિટ સુધી વાત કરી હતી અને પછી ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*