બાઈક પર સવાર ભાઈ-બહેનને ઝડપી ટ્રેક્ટર ચાલકે કચડી નાખ્યા… બહેનની નજર સામે ભાઈનું કરુણ મોત…

દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે નિર્દોષ લોકોના મોત થતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ટ્રેક્ટર ચાલકની બેદરકારીના કારણે બહેનની નજરની સામે ભાઈનું કરુણ મોત થયું હતું.

જાણવા મળી રહ્યું છે કે, ભાઈ-બહેન બાઇક પર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં ટ્રેક્ટર ચાલે કે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટના બનતા જ મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનામાં બાઈક પર સવાર બેહેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ અકસ્માતની ઘટના ઝાંસીમાંથી સામે આવી રહી છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ નીરજકુમાર હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. તે ખેતી કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો. નીરજની પિતરાઈ બહેન દીપા અને છેલ્લા ઘણા સમયથી બીમારી હતી. જેથી તે પોતાની પિતરાઈ બહેનની બીમારીને ડોક્ટરને બતાવવા માટે રવિવારના રોજ દીપા સાથે બાઈક પર ઝાંસી જવા માટે નીકળ્યો હતો.

ત્યારે રસ્તામાં એક ઝડપી ટ્રેક્ટર ચાલકે નીરજની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં નીરજ અને તેની બહેન બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ બંને ભાઈ બહેનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ઝાંસીની મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીરજનું મોત થયું હતું. જ્યારે નીરજની બહેન દીપા ને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*