એકટીવા પર જતા ભાઈ-બહેનને ઝડપી ઇક્કો કારે ઉડાડ્યા, ભાઈની નજર સામે બહેનનું કરુણ મોત… પટેલ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું…

ગુજરાતમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટના ગઈકાલે બપોરે પડધરી બાયપાસ પાસે બની હતી. અહીં એક ઝડપી ઇક્કો કાર ચાલકે આગળ જતી એકટીવા ને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, એકટીવા પર સવાર ભાઈ-બહેન રોડ પર ફંગોળાઈ ગયા હતા.

આ ઘટનામાં બહેનને ગંભીર ઇજા પહોંચે હતી. આ કારણોસર ભાઈની નજર સામે બહેનનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા ભાઈને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતા પડઘરી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલી યુવતીનું નામ જેમીનાબેન હસમુખભાઈ ગોધાણી હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી.

જેમીના બેન જોડિયાના કેસીયા ગામમાં રહેતા હતા. તે રાજકોટમાં અભ્યાસ કરતી હતી અને અમદાવાદમાં ઇન્ટરનશીપ કરતી હતી. સાતમ આઠમના તહેવાર પર રજા હોવાના કારણે જેમીનના પોતાના ગામમાં આવી હતી. જેમીનાનો ભાઈ રાજ પણ રાજકોટમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે.

તહેવારોની રજા પૂર્ણ થતાં જેમીનાને અમદાવાદ જવાનું હતું. એટલે ગઈકાલે બપોરે બંને ભાઈ-બહેન એકટીવા લઈને રાજકોટ જવા માટે નીકળી ગયા હતા. આ દરમિયાન રસ્તામાં પડધરી બાયપાસ રેલ્વે ઓવરબ્રિજ પર જ્યારે બંને ભાઈ-બહેન પહોંચ્યા ત્યારે પાછળથી આવતા એક ઝડપી ઇક્કો કાર તેમની એકટીવાને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બંને ભાઈ બહેન રોડ પર પટકાયા હતા. આ ઘટનામાં રોડ પર પટકાતા જેમીનાના માથાના ભાગે ગંભીર ઇજાબ પહોંચી હતી. આ કારણોસર તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી અને ઇજાગ્રસ્ત થયેલા રાજને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે મૃત્યુ પામેલી યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું.

પોલીસે ઇક્કો ચાલક સામે ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે. દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. દીકરીનું મોત થયા બાદ પરિવારના સભ્યોએ દીકરીનું ચક્ષુદાન કરવાનો નિર્ણય લઈને માનવતા મહેકાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*