પાટણમાં બનેલી એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહી કેનાલમાં ડૂબવાના કારણે એક જ દિવસે ભાઈ અને બહેનનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર નર્મદા કેનાલમાં પગ લપસવાથી ના કારણે ભાઈ ડૂબવા લાગ્યો હતો, ભાઇને બચાવવા જતા બહેન પણ ભાઈની પાછળ ડૂબવા લાગી હતી.
આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો, મૃતકના પરિવારજનો અને ભાઈ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર કેનાલમાં ડૂબી ગયેલા ભાઈ બહેન પરિવારના એકના એક સંતાન હતા.
મળતી માહિતી અનુસાર નર્મદાની મુખ્ય કેનાલ ઉપર સાડા પાંચ વાગ્યે તેમના ડીઝલ એન્જિનમાં ડીઝલ નાખવા માટે પટેલ ધ્રુવકુમાર નવીનભાઈ અને પ્રાચી પટેલ આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર ડીઝલ એન્જિનમાં પાઇપ લીકેજ હોવાના કારણે તેઓ એ બધું ડીઝલ એક ડોલમાં લઈ લીધું અને ત્યારબાદ ડીઝલ લીકેજને સરખું કર્યું હતું. લીકેજ સરખું થઈ જતા ફરીથી ડીઝલ એન્જિનમાં નાખ્યું અને ધ્રુવ ડીઝલ વાળી ડોલ ધોવા માટે કેનાલના કિનારે અંદર પગ મૂકે છે.
ત્યારે તેનો પગ લપસી જાય છે અને તે કેનાલમાં ખાબકી છે. પોતાના ભાઈને ડૂબતા જોઈને પ્રાચી બૂમાબૂમ કરે છે. જ્યારે પ્રાચી પોતાના ભાઇને બચાવવા જાય છે અને તે પણ કેનાલની અંદર ખાબકી જાય છે.
ઘટનાની જાણ થતા મૃતકના પરિવારજનો અને ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બંનેના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી હજુ પણ ફાયર વિભાગની ટીમ બંનેના મૃતદેહની શોધખોળ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment