સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક જ સમયમાં આવી રહી છે ત્યારે ભાજપનો કોંગ્રેસ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર કરી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા ભાજપ અને કોંગ્રેસ માં તોડ ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આ પરિસ્થિતિ વચ્ચે સુરતથી કોંગ્રેસના દિગ્ગજ નેતા બાબુ રાયકા ની ધરપકડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા અને તેના પુત્રની પોલીસે ધરપકડ કરી હતી અને જે બાદ તેઓને જામીન પર છૂટકારો થયો હતો. કોંગ્રેસ કાર્યાલય ની ખુરશી મંડપ ડેકોરેશન વાળા લઈ જતાં સેવાદળના પ્રમુખ ધર્મેશ મિસ્ત્રી સાથે તેઓ નો વિવાદ થયો હતો.
જેને લઇને ધર્મેશ મિસ્ત્રી અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં બેફામ ગાળો બોલવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને 10 ઓક્ટોમ્બરે કોંગ્રેસની વર્ચ્યુઅલ રેલી યોજાઇ હતી.
જેમાં કાર્યક્રમ બાદ મંડપ ડેકોરેશન વાળા કોંગ્રેસ કાર્યાલય ની ખુરશી લઈ ગયા હતા.આ બાબતે બાબુ રાયકા ને પૂછતા મામલો ગાળાગાળી સુધી પહોંચ્યો હતો અને તેને લઇ પોલીસ ફરિયાદ થઈ હતી.
ગુજરાત રાજ્યમાં ફેબ્રુઆરીના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શક્યતા વચ્ચે સુરત કોંગ્રેસમાં ફરી એક વખત વિખવાદ સામે આવ્યો છે.વિખવાદ સામે આવતાં કોંગ્રેસને ચૂંટણીમાં નુક્સાન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment