અત્યારે સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓ ના વિડીયો ખૂબ જ સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના દાતાના મંડાલીના આર્મી જવાનની સામે આવી છે. દાતાના મંડાલીના આર્મી જવાન નું બુધવારે બ્રેન હેમરેજ થી નિધન થયું છે. ચાર દિવસ અગાઉ અંબાજી દર્શન કરવા ગયા હતા, જ્યાં પડી જવાથી અંબાજી કોટેજ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ ગયા હતા.
જ્યાં વધુ સારવારની જરૂર જણાતાં હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ચાર દિવસની સારવાર દરમિયાન આર્મી જવાને અંતિમ શ્વાસ લીધા હતા. જેથી અમદાવાદ સ્થિત આર્મીના કેમ્પમાં પીએમ કરાવી ડિફેન્સ ટીમ દ્વારા આર્મી જવાનના માન સન્માન સાથે મૃતદેહ ને વતન લાવી ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિધિ કરાઈ હતી.
વિગતવાર જાણીએ તો દાંતા તાલુકાના મંડાલી ગામના ભાવેશકુમાર બાબુભાઈ પરમાર સાત વર્ષથી આર્મીમાં જમ્મુ કશ્મીરમાં ફરજ બજાવતા હતા. એક અઠવાડિયા અગાઉ વતન મંડાલી આવ્યા હતા જ્યાં ચાર દિવસ અગાઉ અંબાજી ગયા હતા. અંબાજી ગયા ત્યારે અચાનક પડી જવાથી બ્રેન હેમરેજ થયું હતુ. તેમને તાત્કાલિક હિંમતનગર ન્યુરોસર્જન પાસે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં ચાર દિવસ સુધી સારવાર ચાલી હતી, સારવાર કરનાર ન્યુરોસર્જન ડોક્ટર દિનેશ તિવારીએ જણાવ્યું કે, બે દિવસ પહેલા તમે તેમની તબિયત સારી થઈ ગઈ હતી. પરંતુ અચાનક જ કાઉન્ટ ઘટી ગયા હતા અને ગઈકાલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મંડાલી ગામના અગ્રણીએ જણાવ્યું કે હિંમતનગર થી આર્મી કેમ્પમાં લઈ જઈ તેમનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. તમામ કાર્યવાહી પૂર્ણ કરીને ડિફેન્સ ટીમ આર્મી વાનમાં સંપૂર્ણ માન સન્માન સાથે ગુરુવારે સાંજે મંડાલી ગામ આવતા આખું ગામ હિબકે ચડ્યું હતું. મંડાલી ગામના તમામ લોકો ભાવેશની અંતિમયાત્રામાં જોડાયા હતા.
રાત્રે ગાડ ઓફ ઓનર આપી શહિદને શ્રદ્ધાંજલિ અપાઈ હતી, ભાવેશે લગ્ન કર્યા ન હતા. તેના પરિવારમાં પિતા બાબુભાઈ ખેત મજૂરી ઉપરાંત રત્ન કલાકાર છે. ભાવેશ નો એક મેહુલ નામનો નાનો ભાઈ છે તે પણ અત્યારે આર્મીમાં જવા માટેની તૈયારી કરી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment