ગુજરાતમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી. આ ઘટનામાં કેટલાય હસ્તા-ખેલતા પરિવાર વિખરાઈ ગયા છે. મૃતકોના પરિવારજનોની એક જ માંગ છે કે આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. લઠ્ઠા કાંડ ની તપાસ હાલમાં ગુજરાતના બે આઈપીએસ ઓફિસર નિર્લિપ્ત રાય અને જ્યોતિ પટેલને સોંપવામાં આવી છે.
આ કેસમાં ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારોનો જવાબદારી નક્કી કરીને તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ લોકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે આ કેસમાં પોલીસ સાથે સરકાર પણ એટલી જ જવાબદાર છે. સરકારને આ અટકળોનો જવાબ આપવા માટે જરૂરી હતું કે કોઈ બાહોશ અધિકારી છે કોઈપણ પ્રકારના દબાણમાં આવ્યા વગર કેસની તપાસ કરે.
જેના કારણે લઠ્ઠાકાંડના આ કેસમાં IPS નિર્લિપ્ત રાયની સામેલ કરવામાં આવ્યા છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 56 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. લઠ્ઠાકાંડના કારણે ગૃહ વિભાગ દ્વારા અમદાવાદ અને બોટાદના એસપી વિરેન્દ્ર યાદવ અને કરણરાજ વાઘેલાની બદલી કરી નાખી છે. આ ઉપરાંત આઠ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
ત્યારે હવે બોટાદ અને અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડનો કેસ IPS નિર્લિપ્ત રાયને સોંપવામાં આવ્યો છે. કેસ હાથમાં આવતા જ તેમણે આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. એવું જાણવા મળી રહ્યું છે કે, લઠ્ઠાકાંડમાં વપરાયેલું મિથાઇલ કેમિકલ અમદાવાદની AMOS કંપનીમાંથી ચોરી કરવામાં આવ્યું હતું, તેવું એક આરોપી જયેશએ પોલીસને કહ્યું છે.
મળતી માહિતી અનુસાર આરોપ લગાવ્યા બાદ કંપનીના માલિક સમીર પટેલ ફરાર છે. લઠ્ઠાકાંડનો કેસ IPS નિર્લિપ્ત રાયના હાથમાં જતા તેમણે સૌપ્રથમ AMOS કંપનીના માલિક સામે કાર્યવાહી શરૂ કરી હતી. જેના કારણે કંપનીના માલિક સમીર પટેલ અત્યારે ફરાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment