મહાશિવરાત્રીના દિવસે આજે વડોદરામાં સુરસાગર તળાવની વચ્ચે 111 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા વિશે આજે આપણે વાત કરવાના છીએ. ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રીના પર્વ પહેલા જ પ્રતિમાનું કાપડનું આવરણ દૂર કરવામાં આવ્યું છે. પ્રતિમાનું લોકાર્પણ આજરોજ એટલે કે મહાશિવરાત્રીના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.
મિત્રો તમને જણાવી દઈએ કે 111 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમાને સુવર્ણજડીત કરવા માટે 17.5 કિલો સોનુ વાપરવામાં આવ્યું છે. ભગવાન શિવજીની સુવર્ણ જડિત આ પ્રતિમાનો અદભુત આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે. તમને જણાવી દે કે ભગવાન શિવજીની પ્રતિમાને સુવાળાજડિત કરતા પહેલા તાંબાનું આવરણ ચડાવવાની કામગીરી કરવામાં આવી હતી.
તાંબાનું આવરણ ચડિયા બાદ તેના ઉપર સોનાનું આવરણ ચઢાવવામાં આવ્યું છે. સોનાનું આવરણ ચડાવવા માટે સોનાના બિસ્કીટને વરખમાં રૂપાંતર કરીને પ્રતિમાને સુવર્ણ જડિત કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે 2017માં શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઉંચે આદર્શનીય પ્રતિમાને સુવર્ણજડીત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
View this post on Instagram
ત્યાર પછી ત્યાર પછી વડોદરા શહેરના મોટા મોટા ઉદ્યોગપતિ, દેશ-વિદેશના અનેક દાતાઓ દ્વારા ઉદાર હાથે ફાળો આપવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. જણાવી દઈએ કે પાંચ ઓક્ટોબર 2020 ના દિવસે એક તરફ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રી રામ મંદિરના નિર્માણનો પ્રારંભ થયો હતો અને બીજી તરફ શિવનગરી વડોદરામાં શ્રી સર્વેશ્વર મહાદેવ ની પ્રતિમાને સુવર્ણજડિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
View this post on Instagram
ભગવાન શિવજીની 111 ફૂટ ઊંચી પ્રતિમાને 17.5 કિલોગ્રામ સોનુ ચડાવવામાં આવ્યું છે. આટલું બધું સોનુ ચડાવવા માટે લગભગ 12 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે તેવું કહેવામાં આવી રહ્યું છે. હવે આખી પ્રતિમા સંપૂર્ણ પર સુવર્ણજડિત થઈ ગઈ છે. આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હાથે ભગવાન શિવજીની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે.
ભગવાન શિવજીના પ્રતિમાની વિશેષતા વિશે વાત કરીએ તો, ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ 111 ફૂટની સર્વેશ્વર મહાદેવની મૂર્તિને સોનાથી મઢવામાં આવી છે. વાવાઝોડું કે ભૂકંપ દરમિયાન જો ભગવાને શિવજીની પ્રતિમા કોઈ પણ દિશામાં 8 થી 10 ઈંચ ઝુકે તોપણ પ્રતિમાને કહી નહીં થાય તેવી રીતે તેની ડિઝાઇન કરવામાં આવી છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment