હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક ઝડપી બોલેરો કાર બ્રિજ પરથી નીચે પડતા ગંભીર અકસ્માતે સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ત્રણ યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
આ ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ અકસ્માતની ઘટના લખનવમાં પોલિટેકનિક ફલાવઓવર પર બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજ પરથી પસાર થતી બોલેરો કારની સ્પીડ 100ની નજીક હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
અકસ્માતની ઘટના મોડી રાત્રે બની હતી. બોલેરો કારમાં સવાર યુવકો અયોધ્યાથી લગ્ન સમારોહમાંથી ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા રાજકુમાર નામના યુવકની માતાએ જણાવ્યું કે, એક મિત્રના લગ્નની જાનમાં જવાનું કહીને રાજકુમાર ઘરેથી નીકળ્યો હતો.
જ્યારે પોલીસના જણાવ્યા અનુસાર શનિવારના રોજ મોડી રાત્રે ચાર મિત્રો બોલેરોમાં સવાર થઈને અયોધ્યા હાઇવે થી લખનઉના મુનશી પુલિયા તરફ જઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક જ બોલેરો કાર બેકાબુ બની ગઈ હતી અને ફ્લાય ઓવર ઉપરથી નીચે પડી હતી.
અકસ્માતની ઘટના બની આબાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદ લઈને બોલેરો માંથી ત્રણ યુવકોને બહાર કાઢ્યા હતા. જ્યારે ચોથા યુવકને થોડીક મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે અન્ય ત્રણ યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
100 સ્પીડે ચાલતી બોલેરો કાર બેકાબુ બનતા બ્રિજ પરથી નીચે પડી ગઈ, 3 મિત્રોના કરુણ મોત… જુઓ અકસ્માતનો લાઈવ વિડિયો… pic.twitter.com/a9hnM8vGIK
— GUJJU ROCKZ (@gujju_rockz) February 23, 2023
ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન અન્ય બે યુવકો એ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં પ્રાંશુ શુક્લા, અમિતકુમાર અને રાજકુમાર નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે હર્ષ શુક્લા નામનો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે તેની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment