પોલીસ સ્ટેશનના સરકારી ક્વાર્ટરમાંથી મહિલા કોન્સ્ટેબલનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 1:09 pm, Mon, 10 October 22

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂકાવ્યો છે. આ ઘટના બનતા ચારેય બાજુ ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના મુઝફ્ફરનગરમાં બની હતી. અહીં એક મહિલા કોન્સ્ટેબલ નું મૃતદેહ છાપરા પોલીસ સ્ટેશનના સરકારી ક્વાર્ટરમાં લટકતી હાલતમાં મળી આવ્યું હતું.

આ ઘટનાની માહિતી મળતા જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. મહિલા કોન્સ્ટેબલને નીચે ઉતારીને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલી મહિલા કોન્સ્ટેબલનું નામ આદર્શ યાદવ હતું. 2016માં યુપી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં તેની પસંદગી થઈ હતી.

આદર્શ યાદવ પોલીસ સ્ટેશનમાં બનેલા સરકારી ક્વાર્ટરમાં રહેતી હતી. તાજેતરમાં જ સીઓ નવી મંડી ઓફિસમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે તેને તૈનાતી કરવામાં આવી હતી. તે દરરોજ નિવાસ્થાનથી રેગ્યુલર ડ્યુટી ઉપર આવતી હતી. એસ એસ પી વિનીત જયસ્વાલે જણાવ્યું કે, રવિવારે તે પોતાના રૂમ પર જ રોકાણી હતી.

બપોરનો સમય થઈ ગયો છતાં પણ તે ક્વાર્ટરમાંથી બહાર આવી ન હતી તેથી થોડીક શંકા ગઈ હતી. રૂમનો દરવાજો પણ અંદરથી બંધ હતો તેથી લોકો થોડાક ગભરાઈ ગયા હતા. ત્યારબાદ રૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ મેળવવામાં આવ્યો ત્યારે અંદરથી આદર્શનું મૃતદેહ સીલીંગ ફેન પર લટકતી હાલતમાં મળી આવ્યું હતું.

ત્યારબાદ પોલીસ કર્મચારીઓએ આદેશને નીચે ઉતારી હતી. ત્યારબાદ ડોક્ટરે મહિલા કોન્સ્ટેબલ આદર્શના મૃત્યુની પુષ્ટિ કરી હતી. આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. મહિલા કોન્સ્ટેબલના મૃત્યુના સમાચાર મળતા જ મોટા મોટા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

મહિલા કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. દીકરીનું મૃત્યુ થતા પરિવારમાં પણ માતમ છવાઈ ગયું હતું. મહિલા કોન્સ્ટેબલે કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મૃત્યુનું સાચું કારણ જાણવાની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પોલીસ સ્ટેશનના સરકારી ક્વાર્ટરમાંથી મહિલા કોન્સ્ટેબલનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*