ઘરની બહાર રમતા રમતા ગુમ થયેલા 15 વર્ષના બાળકનું મૃતદેહ મળી આવ્યું… 6 બહેનોએ એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવ્યો…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં લગભગ 3 દિવસ પહેલા ઘરની બહાર રમતા રમતા ગુમ થયેલા બાળકનું મૃતદેહ મળી આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર 15 વર્ષના બાળકનું મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યું હતું. કેટલાક સ્થાનિક લોકોએ કેનાલમાં બાળકનું મૃતદેહ તરતું જોયું હતું.

પછી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી તરવૈયાઓની મદદથી બાળકના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. પછી મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું. આ ઘટના હરિયાણાના પાણીપતના સોદાપુર ગામમાંથી સામે આવી રહી છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, બાળકનું મૃતદે મળ્યા બાદ તેને શબઘરમાં રાખવામાં આવ્યું હતું. પછી પોલીસે ગુમ થયેલા બાળકના સગાસંબંધીઓને સંપર્ક કર્યો હતો. એટલા માટે પરિવારના સભ્યો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

અહીં તેમને પોતાના દીકરાની ઓળખ કરી હતી. બાળકનું મૃત્યુ કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને બાળકના પિતાએ જણાવ્યું કે, તેઓ મૂળ બિહારના રહેવાસી છે. પરંતુ ઘણા લાંબા સમયથી પાણીપતના સોદાપુર ગામમાં પોતાની પત્ની અને સાત બાળકો સાથે રહે છે.

અહીં તે મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃત્યુ પામેલો બાળક સૌથી નાનો હતો. તેના કરતાં તેની છ મોટી બહેનો છે. બાળકોનું મોત થતા જ 6 બહેનોએ એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવ્યો છે.  મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ત્રણ જુલાઈના રોજ મોહિત નામનો બાળક પોતાના ઘરની બહાર રમી રહ્યો હતો. આ દરમિયાન મોહિત કેટલાક અજાણ્યા બાળકો સાથે રમતા રમતા શહેરીની બહાર નીકળી ગયું હતું.

અને પછી તે પાછો આવ્યો જ નહીં પછી પરિવારના સભ્યોએ તેની શોધખોળ કરી પરંતુ તેનો કોઈપણ પ્રકારનો પતો લાગ્યો નહીં. ત્યારબાદ પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં દીકરાના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આજરોજ બાળકનું મૃતદેહ કેનાલ માંથી મળી આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*