આજકાલ સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક વિચિત્ર સુસાઇડની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું મૃતદેહ જંગલમાં ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યું હતું. ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીનું મૃતદેહ બિલાસપુરના કોની સેન્ટ્રલ યુનિવર્સિટીના જંગલમાંથી મળી આવ્યું હતું. યુવતી કોરબા જિલ્લાની રહેવાસી હતી અને તે કોલેજ કેમ્પસમાં આવેલી સરકારી હોસ્ટેલમાં રહેતી હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે તે બે દિવસથી ગુમ હતી. પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું કે દવાખાસો ખાવાના કારણે વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું છે. વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે.
મૃત્યુ પામેલી યુવતીનું નામ સ્વાતિ હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી. સ્વાતિ સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં માઈન્ડિંગ એન્જિનિયરિંગની વિદ્યાર્થીની હતી. 9 ફેબ્રુઆરીના રોજ સ્વાતી હોસ્ટેલમાંથી નીકળી ગઈ હતી, ત્યારબાદ તે પાછી હોસ્ટેલમાં આવી ન આવી. સાંજે 5:30 થઈ ગયા છતાં પણ સ્વાતિ પોતાના રૂમ પર ન આવી તેથી ત્યાં હાજર લોકોએ તેની શોધખોળ કરી હતી.
એક કલાક શોધખોળ કર્યા બાદ હોસ્ટેલ મેનેજમેન્ટ એ આ ઘટનાની જાણ સ્વાતીના પરિવારજનોને કરી હતી. ત્યારબાદ સ્વાતિના પિતા, ભાભી અને બહેન તેની હોસ્ટેલ પહોંચ્યા હતા. બધાએ સ્વાતિને ઘણા ફોન કરવાના પ્રયાસ કર્યા પરંતુ તે ફોન ઉપાડતી ન હતી. છેવટે પરિવારના સભ્યોએ સ્વાતિની ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
ક્યારેક ગત શનિવારના રોજ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે સેન્ટ્રલ યુનિવર્સિટીના પાછળના જંગલમાં એક બાળકીનું મૃતદેહ ઝાડ સાથે લટકતી હાલતમાં જોવા મળ્યું છે. ત્યારબાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને પછી સ્વાતિના પરિવારજનોને ઓળખ માટે ત્યાં બોલાવ્યા હતા. દીકરીના મૃતદેહને જોઈને માતા પિતા હચમચી ગયા હતા.
સ્વાતિએ આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્વાતિના મૃત્યુનો સાચું કારણ જાણી શકાશે. દીકરીના પિતાએ જણાવ્યું કે 9 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ દીકરી સાથે ફોન પર વાત કરી ત્યારે તે ખૂબ જ સામાન્ય દેખાતી હતી. પિતાએ કહ્યું કે સ્વાતી એ દિવસે હંમેશાની જેમ વાત કરતી હતી. બે દિવસ પછી તેની પરીક્ષા હોવાના કારણે તે પરેશાન રહેતી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment