અંધશ્રદ્ધાનું આંધળું પરિણામ..! માતાજીના નામે કુકર્મ કરતો પાખંડી અને નરાધમ ભુવો પકડાયો… તમે જ કહો આવા પાખંડીનું શું કરવું જોઈએ..?

Suraj Bhuvaji Case: આપણે સોશિયલ મીડિયા પર ઘણા કુકર્મ કરતા ભુવાઓ વિશે સાંભળ્યું હશે અને ઘણા એવા વિડીયો પણ જોયા હશે. આજકાલ લોકો અંધશ્રદ્ધામાં(Superstition) ખૂબ જ માને છે જેના કારણે તેમને ક્યારેક તકલીફો પણ ભોગવી પડતી હોય છે. આવી જ એક સત્ય ઘટના સામે આવી છે. અમદાવાદ(Ahmedabad) શહેરના પાલડી વિસ્તારમાં રહેતી એક યુવતી અચાનક ગુમ થઈ જાય છે, તેવી ફરિયાદ નોંધાવવામાં આવે છે.

ત્યારબાદ પોલીસ તપાસ શરૂ થાય છે અને એક વર્ષે આઠ લોકોની ધરપકડ કરવામાં આવે છે. જેમાં મુખ્ય આરોપી તરીકે સુરજ ભુવાજી ઉર્ફે સૂરજ સોલંકીની ઓળખ થઈ છે, સુરજ સોલંકી માતાજી નો ભૂવો હોવાનો દાવો કરવામાં આવે છે. આ ઉપરાંત તેના સોશિયલ મીડિયામાં હજારોની સંખ્યામાં ફોલોઅર્સ છે.

આજકાલ સોશિયલ મીડિયા પર આવા ભુવાઓના વિડીયાઓ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તેમનાથી ચેતીને રહેવું કારણકે અમુક ભુવાઓ સાચા પણ હોય છે અને અમુક ખોટા પણ હોય છે. સુરજ સોલંકીની લાઈફ સ્ટાઈલ વિશે વાત કરવામાં આવે તો, તેના સોશિયલ મીડિયામાં અનેક વીડીયાઓ અને ફોટાઓ તેણે મૂક્યા છે.

જેમાં જોઈ શકાય છે કે મોંઘી ગાડીઓનો શોખ ધરાવે છે, આ ઉપરાંત ઘણા વિડીયો માં તેનું સ્વાગત કરતા હોય તેવા પણ છે. લોકમાનસમાં તેણે એક એવી છાપ ઊભી કરી હતી કે લોકો તેને ખૂબ જ માનતા હતા. આ સિવાય તેના સોશિયલ મીડિયામાં ધૂણતા હોય તેવા વિડિયો પણ મૂકવામાં આવ્યા છે. તેમાં પણ જોઈ શકાય છે કે તે ફૂલોના ઢગલા વચ્ચે બેઠો હોય છે અને ધૂણતો હોય છે અને લોકો તેની પર ફૂલની પાંદડીઓ નાખતા હોય છે.

આવા અનેક વિડીયો સોશિયલ મીડિયા પર સૂરજ સોલંકી ના જોવા મળે છે અને તે એક ભુવો છે તેઓ પણ દાવો કરે છે. પરંતુ એક યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાવતા મુખ્ય આરોપી તરીકે સુરજ સોલંકીનું નામ બહાર આવ્યું છે. અંધ શ્રદ્ધાળુઓ ના કારણે ઘણી વખત આવું આંધળું પરિણામ મળે છે. ઘણા ભુવાઓ લોકોને શ્રદ્ધા અપાવીને કુકર્મ કરતા હોય છે, તેથી આવા ભુવાઓથી દૂર રહેવું જોઈએ અને અંધશ્રદ્ધામાં આવવું જોઈએ નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*