મકરસંક્રાંતિના તહેવારના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યની બજારોમાં ધીરે ધીરે કાળી શેરડીનું આગમન થઈ ગયું છે. ઉતરાયણ પણ લોકો વિવિધ વાનગીઓ આરોગતા હોય છે અને આ દિવસે ચીકી ઊંધિયું મમરાના લાડુ ચલના લાડુ અને શેરડી બોર વગેરે આરોગતા હોય છે
અને આ ઉપરાંત શિયાળાની ઋતુમાં શેરડીનું આગમન થતું હોય છે ત્યારે લોકો શિયાળામાં શેરડી ખાવાનું પસંદ કરતા હોય છે.કાળી શેરડીના વ્યવસાય સાથે જોડાયેલા એક વ્યક્તિએ કહ્યું કે હું 50 વર્ષથી કાળી શેરડીનો વ્યવસાય કરું છું અને ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર ઉપર એક દિવસમાં પાંચ થી છ ટન જેટલી કાળી શેરડીનું વેચાણ કરું છું
અને કાળી શેરડી હું મહારાષ્ટ્ર થી મંગાવું છું અને એક મણના 600 રૂપિયા ભાવ બોલાય છે એટલે કે એક શેરડીના એક ગાથા ના 40 થી 60 રૂપિયા થાય છે.શેરડીની ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને સૌરાષ્ટ્રમાં મોટાભાગે સફેદ શેરડીનું વાવેતર થાય છે
અને સૌરાષ્ટ્રની શેરડી ગોળમાં રાબડા અને ખાંડ ફેક્ટરી અથવા ચિચોડામાં ઉપયોગમાં લેવામાં આવે છે તેમજ બજારમાં સફેદ શેરડીનું વેચાણ થતું પણ જોવા મળે છે ત્યારે શેરડીનો પાક 12 મહિનો તૈયાર થાય છે અને સૌરાષ્ટ્રમાં કેટલાક ખેડૂતો કાળી શેરડીનું પણ વેચાણ કરતા હોય છે.
ઉતરાયણ આવતા સૌરાષ્ટ્રના શહેરોમાં ઠેર ઠેર શેરડીનું વેચાણ થતું નજરે પડે છે અને ખાસ કરીને લોકો કાળી શેરડીની ખરીદી કરવાનું પસંદ કરે છે અને આપને જણાવી દઈએ કે કાળી શેરડી મહારાષ્ટ્ર થી આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment