આજકાલ ગુજરાત રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે હાલમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પોતાના પક્ષથી નારાજ હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના કોંગ્રેસમાં પ્રવેશ અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીઓની ગુજરાતમાં વારંવાર મુલાકાત આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અવારનવાર મુલાકાતે પણ રાજકારણમાં ગરમાવો લાવી રહ્યું છે.
વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસની હાલત ખુબ જ નબળી દેખાઈ રહી છે. હાલમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે હાર્દિક પટેલે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે. હાર્દિક પટેલ અત્યારે કોંગ્રેસ પક્ષથી ખૂબ જ નારાજ છે. આ કારણોસર હાર્દિક પટેલની ભાજપમાં જોડાવાની પ્રબળ શક્યતાઓ છે.
ત્યારે હાર્દિક પટેલની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી અને ભાજપમાં જોડાવા અંગેની વાત પર ભાજપના વરિષ્ઠ નેતા તેમજ IFFCOના ચેરમેન અને રાજ્યના પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન હાર્દિક પટેલને ભાજપમાં જોડાવાની વાતોને છેડીને ઉડાડી દીધો હતો. એટલું જ નહીં પરંતુ હાર્દિક પટેલને કચરો ગણાવ્યો છે. આ ઉપરાંત દિલીપ સંઘાણીએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પર નિવેદન આપતા કહ્યું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જાય તો પણ ભાજપને કોઈ ફરક નહીં પડે તેવું જણાવ્યું છે.
મળતી માહિતી મુજબ દિલીપભાઈ સંઘાણીએ હાર્દિક પટેલને ભાજપમાં લાવવાની વાત પર કહ્યું હતું કે, મારા મત મુજબ હાર્દિક પટેલને ભાજપમાં ન લાવવો જોઈએ, ભાજપમાં આવો કચરો ભેગો ન કરાય. આવું મારું વ્યક્તિગત માનવું છે. આ ઉપરાંત દિલીપભાઈ સંઘાણીએ હાર્દિક પટેલ પર વધુમાં કહ્યું હતું કે, ત્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું, ત્યારે હાર્દિક પટેલે કહ્યું હતું કે હું એક પણ રાજકીય પાર્ટી માં નહીં જોડાવ.
પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલી હાર્દિક પટેલે પાટીદાર સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે. હવે પાટીદાર સમાજ હાર્દિક પટેલનો વિશ્વાસ નહીં કરે. હવે હાર્દિક પટેલ ગમે ત્યાં જાય તેની ઓળખ વિશ્વાસઘાતી ની થઈ ગઈ છે તે હવે ન બદલી શકાય. વધુમાં જણાવ્યું કે વિશ્વાસઘાતી માણસ ગમે ત્યાં જાય તે વિશ્વાસઘાતી જ રહે છે. આ ઉપરાંત જણાવ્યું કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ કે કોંગ્રેસમાંથી છૂટા થાય તેનાથી ભાજપને કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ એટલા સક્ષમ છે કે તે બીજેપીને બહુમતીથી જીત આવી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment