ભાજપના કાર્યકરો ભાજપનો વિરોધ કરી રહ્યા છે, ભાજપના મહિલા નેતા એ ચડાવી બાંયો.

106

ગુજરાતમાં વધતા કોરોનાવાયરસ ના કેસ ની વચ્ચે ભાજપના કાર્યકરો જ સોશિયલ મીડિયામાં ભાજપના નેતાઓ સામે બાંયો ચઢાવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી ત્રીજી વાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારથી જ રાજ્યમાં અનેક ઘટનાઓ બની અને ભાજપના આરોપ છે.

કે મમતા બેનરજીના પાર્ટીના ગુંડાઓ દ્વારા ભાજપના કાર્યકરોની સાથે મારા મારી કરવામાં આવી રહી છે અને એવામાં ભાજપ દ્વારા આખા દેશમાં વિરોધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે સુરતમાં ભાજપના નેતાઓ જ્યારે બંગાળમાં થયેલી ઘટનાનો વિરોધ કરવા તૈયાર તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાતમાં કોરોનાવાયરસ ના કારણે જે રીતે કેસ વધ્યા અને દર્દીઓને સુવિધાઓને અભાવે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. આવામા પ્રજામાં જનપ્રતિનિધિઓ સામે રોષ જોવા મળી રહ્યો છે.

ત્યારે ભાજપના કાર્યકરો ખુલીને ભાજપના મોટા નેતાઓ સામે બોલવા લાગ્યા છે. સુરતના પુણા ગામ ના ભાજપના હારેલા ઉમેદવાર કોમલ પટેલ શહેરના મેયર હેમાલી બોઘાવાળા ને જબરી સંભળાવી છે.

કોમલ પટેલ સોશિયલ મીડિયાના માધ્યમથી નિશાન સાધતા કહ્યું કે લોકો મરે છે. તે સમયે વિરોધ કરવા નીકળ્યા છે,લોકોને ઓક્સિજન અને ઇન્જેક્શન નથી મળી રહ્યા. આવનારા સમયમાં ભાજપને જ કાર્યકર્તા ભાજપનો જ વિરોધ કરશે.

જેના ઘરનો મોભી જાય એને ખબર પડે જાડી ચામડી વાળા ન સમજી શકે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે પહેલે થી જ પ્રજામાં રોષ છે ત્યારે કોમલ પટેલ ની પોસ્ટ સોશિયલ મીડિયામાં લોકોની ચર્ચાનો વિષય બની છે.

પશ્ચિમ બંગાળમાં પરિણામ બાદ ભાજપ અને TMC વચ્ચે જે ઘટનાઓ સામે આવી રહી છે.ભાજપ નો આક્ષેપ છેકે,TMC કાર્યકરો દ્વારા પોતાના કાર્યકરોને નિશાન બનાવાઈ રહ્યા છે.

જેના વિરોધમાં ભાજપના કાર્યકરોએ આજે રાજ્યભર માં પ્રતિકાત્મક ધરણા યોજાયા હતા. પરંતુ ધરણા કાર્યક્રમમાં ભાજપ ના કાર્યકરો અને સુરતમાં સારો અનુભવ ન થયો.અહી ભાજપ ના જ કાર્યકરોએ ધરણા કરવા નીકળેલા નેતાને સુરત બતાવી દીધી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!