હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ભાજપની મહિલા નેતા અને ધારાસભ્યનું કરુણ મોત થયું છે. મહિલા નેતાના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને ભારતીય જનતા પાર્ટીમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર સોમવારના રોજ મોડી રાત્રે ભાજપની નેતા સરિતાની કારને એક ટ્રકે જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટના બન્યા બાદ કારમાં આગ લાગી ઉઠી હતી. ત્યારબાદ પોલીસ મહિલા નેતાને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલા નેતાનું મોત થયું છે. હાલમાં ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.
અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલી સરિતા યુપી ભાજપની મહિલા નેતા અને ધારાસભ્ય હતી. સરિતા મુરાદાબાદની કાશીરામ કોલોનીમાં રહેતી હતી. જાણવા મળી રહ્યું છે કે સરિતા સોમવારના રોજ સવારે લગભગ એક વાગ્યાની આસપાસ પોતાની કાર લઈને બહારગામ જાઈ રહી હતી.
આ દરમિયાન તે પોતે કાર ચલાવી રહી હતી અને તે કારમાં એકલી હતી. ત્યારે રસ્તામાં એક ઝડપી ટ્રક ચાલકે સરિતાની કારને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે કારમાં આગ લાગી ઉઠી હતી. ત્યારબાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પછી સરિતાને કારમાંથી બહાર કાઢીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. અહીં સરિતાએ અંતિમ શ્વાસ લીધા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment