મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નો માસ્ટર સ્ટ્રોક, ચૂંટણીઓ પહેલાં કર્યું આ મહત્વનું કાર્ય

198

વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે વડોદરા ભાજપના નવા નિયુક્ત ડોક્ટર વિજય દ્વારા માઈક્રો પ્લાનિંગ હાથ ધરીને શહેરના નામાંકિત 300 તબીબોને પેજ સમિતિના પ્રમુખ બનાવ્યા છે એટલે કે હવે કોરોના વોરિયર્સ ભાજપના પ્રમુખ ની ભૂમિકા ભજવશે.સી.આર.પાટીલે પ્રમુખ પદનું સુકાન સંભાળ્યા બાદ અવનવા પ્રયોગો કરી રહ્યા છે ત્યારે તેમણે વડોદરા ભાજપનું સુકાન ડોક્ટર વિજય શાહ ને સોંપ્યું છે.

ડોક્ટર વિજય શાહે પ્રમુખ પદે આવતા જ નવા ચહેરાઓને ભાજપના માળખામાં સમાવ્યા હતા.હવે ડોક્ટર વિજય શાહ પોતાનું કદ વધારવા માટે શહેરના 300 નામાંકિત તબીબોને પેજ સમિતિ પ્રમુખ બનાવ્યા છે.અતિ શિક્ષિત વ્યકિતઓને પેજ પ્રમુખ બનાવી વિજય શાહે માસ્ટર સ્ટ્રોક માર્યો છે.

તો બીજી તરફ નામાંકિત તબીબી પણ ડોક્ટર વિજય શાહ ના સમર્થનમાં આવ્યા છે અને આવનારી ચૂંટણીમાં ભગવો લહેરાવવા કાર્ય કરશે તેવું જણાવી રહ્યા છે.

મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નો માસ્ટર સ્ટ્રોક, ચૂંટણીઓ પહેલાં કર્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!