ગુજરાતમાં કોરોના સંક્રમણ દિન પ્રતિદિન વધી ગયું છે ત્યારે માસ્ક અને વેક્સિન આ બે કોરોના નું સંક્રમણ કાબૂમાં લેવા બ્રહ્માસ્ત્ર છે.હવે રસીકરણ અભિયાન વેગ આપવા માટે ભાજપ મેદાનમાં આવ્યું છે.
ભાજપ દ્વારા સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરો ને રસીકરણ વધારવા માટે સૂચના આપી દેવામાં આવી છે.આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ભાવનગર અને અમરેલીની મુલાકાત લેશે.
રવિવારે મહુવા અને અમરેલી માં 5 હજાર થી વધુ લોકો એકસાથે વેક્સિન લે તે અંગે શરૂઆત કરાશે. આ અંગે વાત કરતાં સીઆર પાટીલે જણાવ્યું કે કોરોના કારણે દેશ અને દુનિયામાં હાહાકાર છે.
લોકડાઉન કારણે દેશ બચાવી શક્યા છીએ.સંક્રમિત અને મૃત્યુ ના આંકડા નિયંત્રિત કરી શક્યા છીએ. ભાજપ કાર્યકરો સાથે કોરોના યુદ્ધ જીતવા લડી રહા છે.ભાજપ ના કાર્યકરો વતન જવા અને ફૂટ પેકેટ માટે કામ કરી રહ્યા છે.
ભાજપના કાર્યકરોએ સેવા પ્રવૃત્તિ ની ધૂણી ધખાવી છે. રશીકરણ માટે 4500 જેટલા સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.2500 જેટલા હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવ્યા છે.
મહાનગરપાલિકા સાથે 41 જિલ્લાઓનો સમાવેશ થાય છે.જિલ્લામાં સારું કામ થઈ રહ્યું છે. સરકાર તકેદારી રાખી રહ્યુ છે તેમાં વિજય હાંસલ કરીશું.સારું રીઝલ્ટ મળશે.
જથ્થો પુરતો મળે તે અંગે કામ કરવાની તૈયારી કરી રહ્યા છીએ.સંક્રમણ ન થાય તે અંગે પ્રચાર કરીશું.કોરોના ભય ન થાય તે અંગે કાળજી રાખીશું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment