અયોધ્યા માં બની રહેલા રામ મંદિર નિર્માણકાર્ય માં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આપી આટલી મોટી રકમ.

Published on: 7:23 pm, Sat, 16 January 21

અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ અર્થે સુરત શહેર આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મંદિર નિર્માણકાર્ય અંગેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં ભાજપ અધ્યક્ષ સહિત ભાજપના સાંસદ, ધારાસભ્યો.તેમજ કોર્પોરેટરો દ્વારા પોતાનું યોગદાન.

રામ મંદિર નિર્માણ અર્થે નિર્માણ નિધિ સમર્પણ સમિતિની આપવામા આવી.રામ મંદિર નિર્માણ અર્થે નિર્માણ નિધિ સમર્પણ સમિતિના આપવામાં આવેલ યોગદાન માં ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કર્યો હતો.

હળવદમાં શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાનનો પ્રારંભ થયો હતો.તમામ નાના મોટા દાતાઓ દ્વારા પ્રથમ એક કલાકમાં ફૂલ 14 લાખ 24હજાર 633 રૂપિયાનું સમર્પણ આવ્યું હતું.પાટણ જિલ્લામાં સમર્પણ વિધિનો પ્રારંભ થયો.

અયોધ્યામાં નિર્માણ પામનાર રામ મંદિર માટે લોકોને સમર્પણ વિધિમાં દાન આપવા અપીલ કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને આર.એસ.એસના સહયોગથી સમગ્ર દેશમાં રામ જન્મ ભૂમિ નિધિ નું આયોજન હાથ ધરાયું છે.

ભારતીય જનતા પાર્ટીનાં ગોરધન ઝડફિયા અને ખજાનચી શ્રી સુરેન્દ્ર પટેલે પણ પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું છે.આ અભિયાનમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું છે.

ત્યારબાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક લાખ રૂપિયાનું દાન આપ્યું છે. ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણ માટે લોકો રૂ.10 થી લઇ ઈચ્છા અને શક્તિ મુજબ દાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!