સૌરાષ્ટ્રના આ જિલ્લાના સરપંચોને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યા “ડોબા”, જાણો સમગ્ર મામલો.

Published on: 3:16 pm, Sat, 9 January 21

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર.પાટીલે સંગઠનમાં ઘણા ફેરફારો કરી રહ્યા છે. વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકો જીતવા માટે સીઆર પાટીલે પેજ કમિટીની રચના કરવા માટે ભાજપના તમામ આગેવાનો અને નેતાઓને સૂચન આપવામાં આવ્યો છે.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અલગ-અલગ ગામડાઓમાં જઈ સરપંચો ની સાથે બેઠક કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પણ પાટિલ દ્વારા સરપંચો સાથે બેઠક કરવામાં આવી હતી અને અમરેલીમાં પાટિલની આગેવાની હેઠળ સરપંચ સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

સરપંચ સંવાદ કાર્યક્રમને સંબોધતા સીઆર પાટીલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડા ના લોકો સુધી લાભ પહોંચે તેની જવાબદારી સરપંચ ને આપવામાં આવી છે. બીજી તરફ સીઆર પાટીલે પેજ કમિટી બનાવવા પણ આગ્રહ રાખ્યો હતો.

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે અમરેલી ના સરપંચ સંવાદ કાર્યક્રમમાં સરપંચો સાથે મજાક કરી હતી. આ કાર્યક્રમમાં તેમણે અલગ-અલગ ગામના સરપંચ ને સબોંધતા સ્ટેજ પરથી કહયું હતું કે, મને તો સભાઓમાં બોલતા જ નથી આવડતું.

બોલતા શીખવું જોઈએ તમારા પાસેથી.જેને આવડતું હોય એ કહેજો હું ટ્યુશન લઇ લઈશ. તમને પણ નથી આવડતું તમે પણ ડોબા છો મારી જેમ.અમરેલીમાં સી આર પાટીલ ના કાર્યક્રમ પહેલા કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ એક ટ્વીટ કરીને સી આર પાટીલ ના પેજ.

મેમ્બરોને સદામ હુસેનના અણુ બોમ્બ સાથે સરખાવ્યા હતા.પરેશ ધાનાણી ના આ ટ્વીટ પાછળ સીઆર પાટીલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, પરેશભાઈ ની વાત સાચી છે. આ બધા અણુબોમ્બ છે અને તે ફૂટશે તેના જ ઘરમાં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!