2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપે દેખાડ્યો પોતાનો પાવર, જિલ્લા પંચાયત ચૂંટણીમાં 75 માંથી આટલી સીટો પર મેળવી જીત

આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપે પોતાનો પાવર દેખાડ્યો યુપીમાં જિલ્લા પંચાયતની ચૂંટણી એ વિધાનસભાની ચૂંટણી પહેલા ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. શનિવારે વોટીંગ થયા બાદ 75 જિલ્લાઓ નું પરિણામ જાહેર થયું તેમાં 67 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી છે.

તો સમાજવાદી પાર્ટીને ફક્ત છ બેઠકથી સંતોષ કરવો પડ્યો છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને લખનવ, કાનપુર, જોનપુર અને હાથરસ સહિતના 65 જિલ્લાઓમાં ભાજપના ઉમેદવારોને મોટી જીત મળી છે.

29 જૂને 75 જિલ્લા પંચાયત અધ્યક્ષ પદ માટે નામાંકન થયું હતું. ઉપરાંત ફરી એક વખત કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું કોંગ્રેસનો ગઢ ગણાતું અમેઠી બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ જમાવ્યો.

ભાજપનીટિકિટ પર ચૂંટણી લડતા રાકેશ અગ્રહરિ જીત્યા છે. તેમણે 36 માંથી 31 વોટ મળ્યા વિપક્ષના ઉમેદવારને ફક્ત ચાર વોટથી સંતોષ માનવો પડ્યો.

ઉપરાંત યુપીના લખનઉ ની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર આરતી રાવત ની 14 વોટ સાથે જ થાય છે તો સમાજવાદી પાર્ટીની નિશા યાદવ 12 વોટ સાથે બીજા નંબરે રહી છે.

આ ઉપરાંત જોનપુરના બાહુબલી ગણાતા ધનંજય સિંહ ની પત્ની શ્રીકલા રેડી વિજય બન્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*