ભાજપના નેતાઓ સદસ્યતા અભિયાન ચલાવીને પરાણે વિધાર્થીઓને કાર્યકર્તા બનાવે છે : ઈશુદાન ગઢવી

Published on: 4:43 pm, Wed, 13 July 22

આમદની પાર્ટીના નેશનલ જોઈન જંગલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ વિડીયો દ્વારા મહત્વની વાત કરી હતી અને કહ્યું હતું કે ભાજપ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પાસે પણ ભાજપમાં જોડાવા માટે બળજબરીપૂર્વક પ્રયત્ન કરી રહ્યા છે અને તેવી જ રીતે બહુચરાજી સરકારી આર્ટસ કોલેજમાં ભાજપ મહામંત્રી ભાવેશ ચૌહાણ અને યુવા ભાજપ પ્રમુખ નીરવ

રાવલ સહીત 8 થી 10 હોદ્દેદારોને કાર્યકરો કોલેજના પ્રિન્સિપલ મંજૂરી વગર જ કોલેજમાં ઘૂસી ગયા હતા.ઈશુદાન ગઢવીએ વધારેમાં કહ્યું કે ભાજપના લોકોને હવે ઘણા લોકો ગામમાં પણ ઘૂસવા દેતા નથી અને વંદે ગુજરાતના નામે 20 વર્ષના સુશાસનની વાત કરવામાં આવે તો ભાજપ સરકાર ભ્રષ્ટાચારી નીકળી છે અને કેશુ બાપા નું અપમાન કરીને

ભાજપ વાળા નીકળ્યા હતા કે એમના શાસનમાં કુશાસન હતું. હવે અમે સુશાસન સ્થાપિત કરશો પરંતુ ભાજપનેસહયોગ ના મળતા આખરે એમને નિમ્ન કક્ષાની રાજનીતિ શરૂ કરીને કોલેજમાં જઈને સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે.જે વાલીઓ ખૂબ જ મોટી આશાઓ થી બાળકોને ભણવા માટે શાળાએ અથવા કોલેજ મોકલે છે ત્યાં ભાજપના

નેતાઓ પહોંચી બળજબરી પૂર્વક પહોંચી પ્રિન્સિપલ પાસે નોટિસ લખાવે છે અને કહેવામાં આવે છે કે તમે બાળકને હુકમ કરો કે તે ભાજપમાં જોડાય અને વિદ્યાર્થીઓને મજબૂરીમાં કાર્યકર્તાઓ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.જ્યારે આ ઘટનાનો વિદ્યાર્થી હોય વિરોધ નોંધાયો ત્યારે ભાજપ દ્વારા તેઓને ધમકાવવામાં આવ્યા હતા અને આમ આદમી પાર્ટી

આ નિમ્ન કક્ષાની ભાજપની રાજનીતિનો વિરોધ કરે છે તેવું ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું. આમદની પાર્ટી ભાજપ દ્વારા કરવામાં આવતી આ બધી હરકતોનો વિરોધ કરે છે અને તેઓ અપીલ કરે છે કે આ ઘટનામાં સામેલ ભાજપના દરેક નેતા અને કાર્યકર્તાઓ વિરુદ્ધ વહેલી તકે કડક પગલાં લેવામાં આવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાજપના નેતાઓ સદસ્યતા અભિયાન ચલાવીને પરાણે વિધાર્થીઓને કાર્યકર્તા બનાવે છે : ઈશુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*