ભાજપના નેતાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ, જયેશ રાદડિયા અને આર.સી.ફળદુ ના કામગીરી અંગે કરી ટિપ્પણી, ખોલીપોલ.

219

જામનગર ભાજપના નેતા કાંતિ દુધાગરા અને નિવૃત મામલતદાર પ્રવિણ માધાણી વચ્ચે વાતચીતની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.આર.સી.ફળદુ અને જયેશ રાદડિયા ની કામગીરી અંગે તેઓએ ટિપ્પણી કરી હતી. જામનગરમાં વધતા કેસો વચ્ચે કેબિનેટ મંત્રી ની વાસ્તવિકતા સામે આવી છે.

ભાજપના નેતા અને નિવૃત્ત મામલતદાર ની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ભાજપના નેતા કાંતિ દુધાગરા અને નિવૃત્ત મામલતદાર પ્રવિણ માધાણી વચ્ચે વાતચીતની કથિત ઓડિયો ક્લિપ સામે આવી છે.

ઓડિયો ક્લિપની વાતચીતમાં ભાજપના નેતાએ કહ્યું કે,વેકસીનેશન કાર્યક્રમો માટે આર.સી.ફળદુ માત્ર ફોટો પડાવે છે.કેબીનેટ મંત્રી થઈને એક કોવિડ સેન્ટર ને ડોકટર પણ ન અપાવી શકતા નથી.

જામનગર ના ભાજપ નેતા અને મામલતદાર ની વાયરલ ઓડિયોમાં કેબિનેટ મંત્રી ફળદુ અને જયેશ રાદડિયા ની તુલના પણ થાય છે.

નિવૃત મામલતદારે કહ્યું કે, જયેશ રાદડિયાએ મેદાનમાં ઉતરી ને બધી વ્યવસ્થા કરી પણ ફળદુ સાહેબ થી કઈ પણ થયું નહીં. ભાજપના નેતા બોલ્યા કે વેકસીનેશન સેન્ટર પર વેક્સિન નથી ,કોવીડ સેન્ટરમાં દવાઓ નથી તો જવાબ કોનો માંગવો?

તેમના પોતાના જિલ્લામાં સ્થિતિ સ્ફોટક છે પણ મંત્રી સાહેબ ફોટો પડાવીને જતા પ્રજાના કામ નહીં કરનારા લોકોના પાપનો ઘડો ભરાઈ ગયો છે. મામલતદારે કહ્યું આગામી ચૂંટણીમાં બધા મુદ્દાઓને લઈને નેતાઓ નો જવાબ માગવાનો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!