ભાજપના નેતાએ નિયમોની કરી ઐસીતૈસી, પોતાના ભત્રીજા ના લગ્નમાં ડીજે ના તાલ સાથે યુવાનો ઝૂમ્યા, કોમેન્ટ કરીને આપો આપણું મંતવ્ય

Published on: 5:25 pm, Tue, 11 May 21

ગુજરાતમાં વાઇરસ ના કેસો મહંદ અંશે ઘટી રહ્યા છે પરંતુ ગઈકાલે વાયરસના કેસ વધ્યા હતા. ગુજરાત સરકાર અને તંત્ર લોકોને વાઈરસની માર્ગદર્શિકા નું ચુસ્ત પાલન કરવા માટે જણાવી રહી છે પરંતુ અમુક લોકો માર્ગદર્શિકા ના ધજાગરા ઉડાવી રહ્યા છે.

આવો જ એક કિસ્સો આનંદના આંકલાવ તાલુકાના ચમારા ગામ માં સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં એક લગ્ન ના વરઘોડો નો વિડીયો વાયરલ થયો છે. જે ચમારા ગામના સરપંચ અને ભાજપના અગ્રણી રાજુ પઢિયાર ના ભત્રીજા ના લગ્ન હોવાનું ખૂલ્યું છે.

આણંદના આંકલાવ માં ચમારા ગામના સરપંચ અને ભાજપના અગ્રણી રાજુ પઢિયાર ના ભત્રીજા ના લગ્નમાં વાઈરસના માર્ગદર્શિકા ના નિયમો ભંગ થયા છે. લગ્નના વરઘોડા ના એક વિડીયો વાયરલ થતા હોબાળો મચ્યો હતો.

ત્યારબાદ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ચમારા ગામના સરપંચ ના ભત્રીજા નું લગ્ન હતું.જેમાં ડીજેના તાલે તલવારો સાથે યુવાનો ઝૂમ્યા હતા અને નિયમ ભંગ નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

મહામારીમાં ભાજપના નેતાઓ નિયમો ની ઐસીતૈસી કરી છે અને વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે કોઈપણ વ્યક્તિ ને વાયરસ નો કોઈ ભય નથી અને કોઇએ પણ માસ્ક એજ્યુ નથી અને સામાજિક અંતરના પણ લીરેલીરે ઉડાવ્યા છે.

આ ઘટના પ્રકાશમાં આવતા લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે કે મહામારી માં ભાજપના નેતાઓને શું ભીડ નથી નડતી? શું ભાજપના નેતાઓને કોઈ કાયદો નથી લાગુ થતો. બસ ગમે તે કાયદાઓ સામાન્ય માણસ માટે જ હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાજપના નેતાએ નિયમોની કરી ઐસીતૈસી, પોતાના ભત્રીજા ના લગ્નમાં ડીજે ના તાલ સાથે યુવાનો ઝૂમ્યા, કોમેન્ટ કરીને આપો આપણું મંતવ્ય"

Leave a comment

Your email address will not be published.


*