2022માં ઉત્તર પ્રદેશના વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી-માર્ચમાં થઈ રહી છે. અને રાજ્યમાં નવેમ્બર અને ડિસેમ્બર માં આચારસંહિતા લાગુ થઈ જશે. ભાજપ પાસે અને યોગી આદિત્યનાથ પાસે કામ કરવા માટે અને પોતાની જીત મેળવવા માટે હવે ખાલી છ મહિના જ છે.
ઉત્તર પ્રદેશમાં પોતાનો ગઢ જમાવવા માટે ભાજપના રાષ્ટ્રીય મંત્રી બીએલ સંતોષ યુપી ની મુલાકાતે છે. અને ઉત્તરપ્રદેશમાં રાધા મોહન સિંહ મુખ્યમંત્રી ઓ સાથે બેઠક કરી છે.
ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પહેલાં જ ભાજપ પોતાનું સંગઠન મજબૂત બનાવવા માંગે છે તે માટે બેઠક બોલાવવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે ભાજપના સંગઠનને મજબૂત બનાવવા માટે સાત મંત્રીઓની મુલાકાત થઇ છે અને બાકીના મંત્રીઓ સાથે મંગળવારે રૂબરૂ મુલાકાત થવાની છે.
સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે ઉત્તર પ્રદેશના ભાજપના પ્રભારી રાધા મોહન સિંહે મંગળવારે મંત્રીઓ સાથે રૂબરૂ બેઠક થઈ. આ બેઠકમાં ભાજપ ના યુપી ના પ્રભારી સચિવ ચોરસિયા અને યુપી પ્રદેશના મહામંત્રી સુનિલ બેસન પણ સામેલ થયા છે.
ગયા ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે સંગઠનને મજબૂત બનાવવા ચૂંટણી પહેલા જ તૈયારીઓ શરૂ થઇ જશે અને સંગઠનમાં ઘણાબધા ફેરફાર પણ થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment