પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલના આ સાથીદારના પત્નીને ભાજપે આપી નગરપાલિકા ની ટિકિટ, જાણો વિગતે.

Published on: 3:12 pm, Thu, 11 February 21

આગામી 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ભાજપ દ્વારા ઉમેદવારોની ગઈકાલથી જાહેરાત કરવામાં આવી રહી છે.

આજરોજ ભાજપ દ્વારા બોટાદ નગરપાલિકા ના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે અને ભાજપે બોટાદમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ નેતા ના પત્નીને ટિકિટ આપી છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ કન્વીનર ડીલીટ સાધના પત્નીને ટિકિટ મળી છે અને બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 10 માંથી ટિકિટ મળી છે.અલ્પાબેન દિલીપભાઈ સાબવા ને ટિકિટ મળી છે.

અને થોડા સમય પહેલા દિલીપ સાબવા ભાજપમાં જોડાયા હતા.દિલીપ સાબવા ભાજપ જોડાતા રાજકારણ માં થોડા સમય પહેલા ગરમાવો પણ જોવા મળ્યો હતો.

રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા તાલુકા પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણી 2021 નું આગામી તા 21 અને 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7:00 કલાકથી સાંજે 6:00 કલાક દરમિયાન મતદાન યોજાવાનું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલના આ સાથીદારના પત્નીને ભાજપે આપી નગરપાલિકા ની ટિકિટ, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*