કોરોના મહામારી વચ્ચે કાશ્મીરમાં ભાજપને મળ્યો એક મોટો ઝટકો, ભાજપના પૂર્વ મંત્રી…

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવી દીધા પછી પહેલીવાર કોઈ ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જિલ્લા વિકાસ પરિષદની ચુંટણીમાં પહેલીવાર કાશ્મીરમાં ભાજપના ઉમેદવારે જીત હાંસલ કરી છે. મતલબ કે કશ્મીરની ઘાટીમાં પહેલીવાર કમળ ખીલ્યું છે. પરંતુ ભાજપના પૂર્વ મંત્રી માત્ર 11 વોટથી હારી ગયા છે જે ભાજપ માટે એક ઝટકા જનક સમાચાર ગણી શકાય છે.ભાજપને તમામ પાર્ટીઓ કરતાં ચાર લાખથી પણ વધારે મત મળ્યા છે.

જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી શ્યામલાલ ચૌધરીને જિલ્લા વિકાસ પરિષદની ચુંટણીમાં જમ્મુની સુચેટગઢ સીટ પર માત્ર 11 વોટથી હાર નો સામનો કરવો પડ્યો છે.ચૂંટણી અધિકારીઓએ બુધવારે માહિતી આપી હતી અને બુધવારે મતગણતરી દરમિયાન ફારુક અબદુલ્લા.

સહિત સાત પક્ષોના બનેલા ગઠબંધન ગુપ કરને 280 સીટમાંથી 112 સીટ પર વિજય મેળવ્યો છે જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં મળીને ભાજપે 74 સીટ પર વિજય મેળવીને સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે.

સૌથી અગત્યની વાત એ છે કે કાશ્મીર ઘાટીમાં ક્યારે પણ ભાજપને વિજય મળ્યો ન હતો ત્યાં ભાજપે ત્રણ સીટ પર વિજય મેળવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*