ભાજપ અને કોંગ્રેસે મળીને ગુજરાત રાજ્યને બરબાદ કરવામાં કોઈ કસર છોડી નથી : ઇસુદાન ગઢવી

Published on: 7:08 pm, Fri, 22 July 22

પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ 31 ઈશુદાન ગઢવી કોંગ્રેસ અને ભાજપની મિલીભગતનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોએ ફરી એકવાર ભાજપ સમર્થિત ઉમેદવારને વોટ આપીને ફરી એકવાર તેને પોતાનો અસલી ચહેરો બતાવી દીધો છે. આજે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં કોંગ્રેસ ખરાબ રીતે તૂટી ગઈ છે અને ભાજપ તેમના ધારાસભ્યોને ખરીદી રહી છે.

અત્યાર સુધી ગુજરાતમાં બે પાર્ટીઓ હતી કે જેઓ ચૂંટણી લડતી હતી. જેના કારણે ભાજપને સત્તા પરથી હટાવવા માટે મતદાન કરનારા કોંગ્રેસને મત આપતા હતા પરંતુ કોંગ્રેસના નેતાઓએ વારંવાર જનતાની સાથે દગો કર્યો છે. પછી પણ જ્યારે એ જ લોકો ચૂંટણી લડતાં ત્યારે તેઓ ફરી જીતતા હતા કારણ કે જનતા પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો.

ભાજપ અને કોંગ્રેસે મળીને ગુજરાતની જનતાનો વિશ્વાસ તોડ્યો છે અને ભાજપ અને કોંગ્રેસ મળીને ગુજરાત રાજ્યને બરબાદ કરવામાં કોઈ કસર છોડીને નથી રહી પરંતુ હવે એવું નહિ થાય કારણ કે ગુજરાતી જનતા પાસે હવે આમ આદમી પાર્ટી એક સર્વશ્રેષ્ઠ વિકલ્પ મોજુદ છે જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતની રાજનીતિમાં સક્રિય છે ત્યારથી સતત ભાજપને કોંગ્રેસને ખુલ્લા પાડી રહી છે અને તેના કારણે કોંગ્રેસ ખૂબ જ તૂટી ગઈ છે.

તેઓએ વધારેમાં આક્ષેપ લગાવતા કહ્યું કે સતત પોતાના વોટ નો સોદો થતો જોઈ ગુજરાતના લોકો ભાજપ અને કોંગ્રેસ થી ખૂબ જ ગુસ્સે છે અને તેના પરિણામે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીના અભૂતપૂર્વ સમર્થન આપી રહી છે અને આ વખતે આમ આદમી પાર્ટી એ નક્કી કરી લીધું છે કે જનતા ના મત નો સોદો થવા દેશે નહીં અને જનતાના લૂંટનારાઓને પાઠ ભણાવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાજપ અને કોંગ્રેસે મળીને ગુજરાત રાજ્યને બરબાદ કરવામાં કોઈ કસર છોડી નથી : ઇસુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*