“ગોપાલ નમકીન”ના માલિક બીપીનભાઈ હદવાણી ગુજરાતના આ નાનકડા એવા ગામના છે… આવી રીતે બનાવ્યું 8000 રૂપિયા માંથી 3,000 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય… જુઓ તેમની ફેક્ટરીની તસવીરો…

આજના સમયમાં તમને જણાવી દઈએ કે એક નામ ઘરે ઘરે જાણીતું બન્યું છે અને તે છે ગોપાલ નમકીન. આ નામ હવે ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે અને આ નમકીનનું નામ 1000થી પણ વધુ કરોડની સંપત્તિ ધરાવતી અમીરોની યાદીમાં નામ આપ્યું છે. સાવ પાયાના લેવલ એટલે કે ઝીરો રૂપિયા થી શરૂઆત કરીને 1250 કરોડ સુધીની સફળ મારફતે ગોપાલ નમકીન ગુજરાતની એક મોટી બ્રાન્ડ બની ગઈ છે અને તેમના વિશે લોકોને ખ્યાલ પણ નથી. ગોપાલ નમકીન ના માલિક એવા બીપીનભાઈ હદવાણીનું મૂળ વતન જામકંડોરણા નું ભાદરા ગામ છે.

પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ પણ તેઓએ ત્યાં જ પ્રાપ્ત કર્યો છે. ત્યાંની એક નાનકડી દુકાનમાં પિતાજી વિઠ્ઠલભાઈ ફરસાણ બનાવતા હતા અને ગામની અંદર જ વેચતા હતા તેમજ એ તેમનો જૂનો વ્યવસાયો હતો. બધા ભાઈઓએ મળીને વ્યવસાયના વારસામાં લીધું હતું અને બધા જ ફરસાણ બનાવવાના કારીગર બન્યા અને બારમા ધોરણની અંદર ત્રણ વિષયમાં નપાસ થયા હતા ત્યાર પછી આગળ ભણ્યા ન હતા.

હવે અહીંયા થી શરૂઆત થાય છે કે, 1990 માં બીપીનભાઈ એકલા રાજકોટ આવ્યા હતા અને તેમના દીકરાની સાથે પાર્ટનરશીપમાં ગોકુલ બ્રાન્ડ નામની ફરસાણ ની કંપનીની શરૂઆત કરી હતી. એક વર્ષની અંદર કામ ચલાવ્યા બાદ બ્રાન્ડ નેમ સહિત આખો બિઝનેસ તેમને આપી દીધો હતો. 1994માં ગોપાલ બ્રાન્ડ નામની એક અલગ બિઝનેસ શરૂ કર્યો હતો અને ફરી એક વખત નવા ધંધાની શરૂઆત થઈ. સૌથી મોટી વાતો એ છે કે બિઝનેસની શરૂઆતના સમયમાં રૂપિયાના રોકાણ વિના કરવામાં આવી હતી અને ઉધારમાં લોટ, તેલ અને બાકીના મસાલા લઈ આવે અને જાતે જ બનાવવાનું તેમજ જાતે જ પેકિંગ કરવાનું અને પછી ફેરૈયા ની જેમ વેચવા માટે આપી દેવામાં આવે.

તેમાંથી જ જે પૈસા મળતા હતા તેમાંથી ફરી એક વખત પાછો ફરસાણ બનાવવાનું અને સાયકલ ચાલતી ગઈ અને ઘરમાં રહેવાનું હતું તેમ જ ઘરમાં ફરસાણ બનાવવાનું હતું. હરીપર પાળના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં તેમણે ફેક્ટરીની શરૂઆત કરી હતી. ઓપ્ટ્રોઈ ના ખર્ચને લીધે ઘણો ખર્ચો વધી ગયો હતો ડેવલપ ન થઈ શકવાને કારણે તે વેચીને ફરી એક વખત સિટીમાં આવવું પડ્યું હતું.

બીજી જગ્યામાં સીટી ની અંદર સાત વર્ષ સુધી કામ ચલાવ્યું હતું ત્યાર પછી ધીરે ધીરે વિકાસ થતો ગયો હતો અને આ વિકાસ થવાનું મુખ્ય કારણ મેન્યુફેક્ચરિંગ મશીનરી ખરીદવાને બદલે જાતે જ આરએનડી કરીને બનાવ્યું હતું. આ તમામ મશીનરી જાતે બનાવવાનો ફાયદો એ છે કે બજારની સરખામણીમાં 80 થી 90 % જેટલી મશીનરી સસ્તી પડે છે અને ક્વોલિટી પણ જાળવી રાખવામાં આવે છે.

તેમજ તેના પિતા જેની વાતોને તેઓ વળગી રહ્યા હતા, આપણે ઘરે ખાવી તેવું જ ગ્રાહકને ખવડાવો આ પિતાજીનો મંત્ર હતો અને તેની સાથે બીપીનભાઈ વળગી રહ્યા હતા. સસ્તુ મટીરીયલ લઈને પડતર પોસ્ટિંગ નીચું લાવવા ના કાર્યક્રમ પણ પ્રયત્ન કર્યા નથી અને પડતર કોષને નીચે લાવવા માટે દરેક વખતે ઓટોમેશન મશીન નો સહારો લીધો હતો. વાત કરીએ તો 2010 માં મેટોડા ની અંદર ફેક્ટરી લીધી હતી અને ત્યાર પછી બાંધકામ બધું થઈ ગયું હતું તેમાં ઘણો બધો ફાયદો થયો. ત્યારબાદ પ્રોડક્શન પણ તરત જ શરૂ થઈ ગયું હતું અને પ્રગતિનો ગ્રાફ પણ રોકેટની ગતિએ આગળ વધ્યો હતો.

વર્ષ 2007 થી લઈને વર્ષ 2012 સુધીમાં અઢી કરોડથી લઈને 250 કરોડ સુધીની કંપની પહોંચી ગઈ હતી અને દર વર્ષે અઢીસો કરોડનો ફાયદો થયો થતો હતો તેમ જ 1200 કરોડ સુધીની કંપની પહોંચી ગઈ હતી. જેમણે જીવનના ઘણા બધા સંઘર્ષ કર્યા છે અને ત્યાર પછી તેમણે આ પ્રકારની મોટી ભવ્ય સફળતા મળી છે. નમકીનની બ્રાન્ડ તરીકે ગોપાલ આજે સુરત તેમજ ગુજરાત અને દેશના અન્ય બધા આઠ રાજ્યોની અંદર ખૂબ જ જાણીતી બ્રાન્ડ બની ગઈ છે. આજે આ બ્રાન્ડ ની વેલ્યુ ₹3,000 કરોડથી પણ વધારે છે અને તેમની પત્ની દક્ષાબેન નું નામ ગુજરાતની સૌથી પહેલી ધનિક મહિલાઓની અંદર ત્રીજા ક્રમે આવે છે.

તેમજ પરિવારના બીજા સભ્યોની અંદર મોટા પ્રફુલભાઈ પણ કંપનીની સાથે જોડાયેલા છે અને છેલ્લા બે વર્ષથી બીપીનભાઈ નો પુત્ર રાજ પણ ઘણી બધી જવાબદારી નિભાવી રહ્યો છે. અત્યારે નાગપુરમાં ચૌધરી સરકારની જગ્યામાં ગોપાલ નમકીનને ખૂબ જ મોટો પ્લાન્ટ બની રહ્યો છે અને લગભગ 2000 થી પણ વધારે લોકોને રોજગારી મળી રહેશે. બીપીનભાઈ દેશમાં દર 500 કિલોમીટર એ ગોપાલની એક ફેક્ટરી બનાવવા જઈ રહ્યા છે.

દિલ્હી, કોલકાતા અને બેંગ્લોરના આસપાસના વિસ્તારની અંદર પણ પ્લાન્ટ બનાવવાની યોજના બનાવી રહ્યા છે તેમજ સમગ્ર પ્રોજેક્ટ 10 વર્ષમાં પૂર્ણ કરવાનો પ્લાન છે. વેફર માટેનો બીપીનભાઈ એક અલગ જ પ્લાન્ટ અમરેલી ની અંદર આવેલા મોડાસામાં બનાવી રહ્યા છે. તેમજ એક મહિનાની અંદર કાર્યરત થશે તેમ જ 35,000 ટન નું ગુજરાતની અંદર સૌથી મોટું સ્ટોરેજ પણ બનાવી રહ્યા છે. અત્યારે કંપનીને 1,000 કરોડથી પણ વધારે છે તેમ જ આવતા પાંચ થી સાત વર્ષની અંદર વધારીને પાંચ હજાર કરોડ રૂપિયાની આસપાસ પહોંચાડવા માટે બીપીનભાઈ અને તેમની આગળ વધી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*