બિહાર કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલના એક ટ્વીટ થી ગરમાયું સમગ્ર રાજકારણ,પોતાનું પદ પાછું સોંપવાની તૈયારીમાં

Published on: 7:39 am, Tue, 5 January 21

બિહાર કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલે એક મહત્વનું ટ્વીટ કર્યું છે અને તેઓએ ટ્વીટ કરીને લખ્યું છે કે,મને બિહારના પ્રભાર માંથી મુક્ત કરવામાં આવે. કોંગ્રેસમાં સામાન્ય જવાબદારી સોંપવામાં આવે એને હાઇકમાન્ડ ને પ્રભારી પદ સોંપવા રજૂઆત કરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલના મહત્વપૂર્ણ ટ્વીટ ના કારણે સમગ્ર રાજકારણ ગરમાયું છે. હવે આગામી સમયમાં શક્તિસિંહ ગોહિલની પ્રભારી પ્રભારી પદ સોંપવાની રજૂઆત પર કોંગ્રેસ હાઈ કમાન્ડ શું નિર્ણય લે છે તે જોવાનો રહેશે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે.ખાનગી કારણોથી પ્રભારી પદ પાછું લેવા રજૂઆત કરી હતી. જેને લઈને કોંગ્રેસ પક્ષમાં રાજકારણ ગરમાયું છે અને આ માહિતી શક્તિસિંહ ગોહિલે ટ્વિટર પર ટ્વિટ કરીને આપી છે. શક્તિ સિંહે કહું કે, હાઈકમાન્ડને.

બિહારનો પ્રભાર પાછો લેવા રજૂઆત કરી છે.કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે પોતાના ટ્વિટર પર ટ્વિટ કરતાં કહ્યું કે,અંગત કારણોથી મારી કોંગ્રેસનાં હાઈકમાન્ડ ને અપીલ છે કે મને સામાન્ય જવાબદારી સોંપવામાં આવે અને બિહારના પ્રભાર થી મુક્ત કરવામાં આવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!