મિત્રો ગુજરાત રાજ્યમાંથી ત્રીપલ વાવાઝોડાનું સંકટ મનરાઇ રહ્યું છે. જો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સાચી પડશે તો રાજ્યમાં ચક્રવાતની આફત પણ આવશે. આ આફત બંગાળની ખાડીમાં આવશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી મુજબ, 6 થી 8 તારીખની વચ્ચે બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે. 12 થી 17 તારીખ વચ્ચે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે.
આ ઉપરાંત 27 સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોબર દરમ્યાન નાના નાના ચક્રવાતો બનશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ચક્રવાત અને વાવાઝોડાની આગાહી ફરી એક વખત ચર્ચાનો વિષય બની ગઈ છે. જો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી સાચી પડી તો ગુજરાતીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
મિત્રો આ વાવાઝોડાનું નામ કોણ અને કેવી રીતે પાડે છે તે સવાલ તમારા દરેકના મનમાં ઉદ્ભવતો હોય છે. તો ચાલો આજે આપણે તે જાણીએ. વાત કરીએ તો દર વર્ષે લગભગ સમગ્ર વિશ્વમાં વાવાઝોડાઓ સર્જાતા હોય છે. આ વાવાઝોડાઓ ખૂબ જ વિનાશકારક હોય છે. મિત્રો વિશ્વના આઠ દેશ વાવાઝોડાના નામની યાદી તૈયાર કરે છે.
ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ્સ, મ્યાનમાર, પાકિસ્તાન, ઓમાન અને થાઈલેન્ડ દ્વારા વાવાઝોડાના નામની યાદીઓ તૈયાર કરવામાં આવે છે. અરબી સમુદ્ર અને પશ્ચિમ બંગાળની ખાડીમાં કોઈપણ વાવાઝોડું સર્જાય તો આ વાવાઝોડાના નામની યાદી આ આઠ દેશ તૈયાર કરે છે.
જ્યારે વાવાઝોડાના નામની યાદી તૈયાર થાય ત્યારબાદ આ યાદી નવી દિલ્હીમાં આવેલા રિજિયોનલ સ્પેશિયલાઈઝ્ડ મેટ્રોલોજિકલ સેન્ટરને મોકલી આપે છે. આ કેન્દ્ર વારાફરતી નામ આપતું હોય છે. અત્યારે આ કેન્દ્ર પાસે આઠ દેશના કુલ 64 નામની યાદી છે.
મળતી માહિતી અનુસાર 2004માં ચક્રવાત વાવાઝોડાના નામ આપવાની શરૂઆત થઈ હતી. ઉત્તર હિંદ મહાસાગરમાં આવતા વાવાઝોડાનું નામકરણ ભારત મોસમ વિભાગ દ્વારા કરવામાં આવે છે. વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશન અને એશિયા અને પેસિફિક માટે યુનાઈટેડ નેશન્સ ઇકોનોમિક અને સોશિયલ કમિશન દ્વારા વર્ષ 2000માં ચક્રવાતી તોફાનોને નામ આપવાનું શરૂ કરાયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment