વડોદરામાં 22 માર્ચ ના રોજ એક તરફી પ્રેમમાં પાગલ બનીને કલ્પેશ ઠાકોર નામના યુવકે તૃષા સોલંકી નામની યુવતીનો જીવ લઇ લીધો હતો. આ ઘટનાને લઈને એક નવું પહેલું સામે આવ્યું છે. આ ઘટનાને લઇને ગતરોજ પોલીસ દ્વારા રિકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીને સાથે રાખીને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
આરોપી કલ્પેશ દ્વારા કઈ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તેની સંપૂર્ણ જાણકારી તેણે પોલીસને જણાવી હતી. આ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી કલ્પેશ અને દીકરી તૃષા એક જ ગાડી પર બેસીને ઘટનાસ્થળ સુધી પહોંચ્યા હતા. દીકરી તુષા કલ્પેશ સાથે જવા માગતી ન હતી.
ત્યારે આરોપી કલ્પેશ પોતે પોતાનું જીવન ટૂંકાવી લેશે તેવો ડારો દીકરીને બતાવ્યો હતો. આ પહેલા વેલેન્ટાઈન ડે ના દિવસે આરોપી કલ્પેશે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવાનું નાટક કર્યું હતું. તૃષા તેને મળવા ગઈ ત્યારે હાઈ-વે થી ખેતર સુધી જતા કાચા રસ્તામાં તેણે ગાડી મૂકી હતી. ત્યારબાદ કલ્પેશે તૃષા આગળ લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો.
પરંતુ તૃષાએ તેનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે તેને પોતાના કરીઅર પર ધ્યાન આપવું છે. ત્યારબાદ આવેશમાં આવીને આરોપી કલ્પેશે પાળિયા દ્વારા દીકરી તૃષાનો જીવ લઇ લીધો હતો. આ ઉપરાંત તેણે તે પણ જણાવ્યું હતું કે તૃષા પોતાનો જીવ બચાવવા 80 થી 100 ફૂટ દોડી પણ હતી.
પરંતુ આવેશમાં આવેલા આ આરોપીએ દીકરી તૃષાને દર્દનાક મૃત્યુ આપ્યું હતું. પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે મૃતક યુવતીનો જમણો હાથ શરીરથી અલગ હતો. અને ગાલ, કાન, ગરદન, પીઠ સહિત શરીરના અલગ અલગ ભાગોમાં ધારદાર વસ્તુ વડે પ્રહાર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કે, ઘટના પહેલા તૃષાએ કલ્પેશનો ફોન રિસીવ કરવાનું પણ બંધ કર્યું હતું. જેથી કલ્પેશ તેની ભાભીના ફોનમાંથી તેને કોલ કરીને વિગતો મેળવતો હતો. આ ઉપરાંતએ પણ જાણવા મળ્યું છે કે આરોપી કલ્પેશ ઠાકોર, મૃતક તૃષા સોલંકી તેમજ અન્ય બે મિત્રોનું ગ્રુપ હતું. જેમાં કલ્પેશ તૃષાના એક તરફી પ્રેમમાં હતો.
ઘટનાની જાણ પરિવારજનો ને થતા મૃતક દીકરીના મામા વિરેન્દ્રસિંહ જયદીપસિંહ વિરપુરા એ મકરપુરા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. હાલ આરોપી કલ્પેશ પોલીસના સંકજામાં છે અને કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. હાલ, લોકો દ્વારા આરોપીને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment