થોડા દિવસો પહેલાં સુરતના પાસોદરા વિસ્તારમાં બનેલી ઘટનાએ ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી. પાસોદરા વિસ્તારમાં જાહેરમાં ફેનીલ ગોયાણી નામના યુવકે એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો જીવ લઇ લીધો હતો. ઘટના બન્યા બાદ થયેલી ધરપકડ કરી લેવામાં આવી હતી.
હાલમાં ગ્રીષ્મા કેસની ટ્રાયલ ચાલી રહી છે. ટ્રાયલ દરમિયાન મંગળવારના રોજ બચાવ પક્ષના વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. બચાવ પક્ષના વકીલ ઝમીર શેખે દલીલ કરતાં કહ્યું હતું કે, ખરેખર ગ્રીષ્માનું પીએમ કોને કર્યું છે તે બાબતે હજુ પણ શંકાઓ છે.
બચાવપક્ષના વકીલે દલીલ કરતા કહ્યું કે, રેકોર્ડ મુજબ 6 વાગ્યાની આસપાસ પોસ્ટ મોર્ટમ રૂમમાં ગ્રીષ્માનું મૃતદેહ પહોંચી ગયું એવું બતાવવામાં આવ્યું છે. જ્યારે દીકરીના મૃતદેહને હોસ્પિટલ લઈ જવાવાળા 108ના ડ્રાઈવરને પૂછવામાં આવ્યું ત્યારે ડ્રાઇવરે કહ્યું હતું કે, 6:45 સુધી ગ્રીષ્માનું મૃતદેહને પોસ્ટ મોર્ટમ રૂમમાં પહોંચ્યો ન હતું.
તો જેનું પોસ્ટમોટમ કર્યું તે કોણ હતું. ફેનીલ ગોયાણીના વકીલે વધુમાં દલીલ કરતાં જણાવ્યું કે, સરકારી પક્ષના વકીલો શું સંતાડવા માંગે છે. શા માટે આ 6 દિવસમાં ચાર્જશીટ રજૂ કરીને તપાસ પૂરી કરી દેવામાં આવી.
વધુમાં ફેનીલ ગોયાણી વકીલે દલીલ કરતા કહ્યું કે, જ્યારે ફેનીલ સોસાયટીમાં પહોંચ્યો ત્યારે ફેનીલ પર પથ્થર વડે પ્રહાર કરવામાં આવ્યા હતા. એટલે ફેનીલે તેની ઢાળ તરીકે ગ્રીષ્માને પકડી લીધી હતી. જે થયું તે બધું ઉશ્કેરણીમાં થયું છે. આ ઉપરાંત ફેનીલ ગોયાણી વકીલે પ્રોસિક્યુશનના વિટનેસ પર દલીલો કરતા કહ્યું કે, પ્રોસિક્યુશનના વિટનેસ ખોટું બોલે છે.
ફેનીલ અને ગ્રીષ્મા વચ્ચે મિત્રતા હતી. તે અંગે ગ્રીષ્માના કાકાએ કહ્યું હતું કે તેમને આ વાતની જાણ જ નથી. ત્યારે અન્ય એક વિટનેસ કહ્યું કે, બધા મળીને અમે ખીલના કરે તેને સમજાવવા ગયા હતા કે ગ્રીષ્માનો પીછો ન કરે. દીકરી ગ્રીષ્માના કાકા ફેનીલ અને ગ્રીષ્માના વચ્ચે મિત્રતા છે તે બધું જાણતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment