મધ્યપ્રદેશમાં સતત વધી રહેલા કોરોના ને નાથવા માટે રાજ્ય સરકારે 21 માર્ચ એટલે કે રવિવારના રોજ રાજધાની ભોપાલ સહિત ઇન્દોર અને જબલપુરમાં લોકડાઉન લાગુ પાડવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર ના આદેશ અનુસાર ભોપાલ, ઇન્દોર અને જબલપુરમાં 31 માર્ચ સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે.
કોરોનાવાયરસ ની સ્થિતિ ની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ઈમરજન્સી બેઠક બોલાવી અને ત્યાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો.ત્રણ શહેરોમાં એક દિવસનું લોકડાઉન છતાં.
જીવન જરૂરિયાતની સેવાઓ ચાલુ રાખવાનો પણ નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે રાજ્યમાં કોરોના કેસો વધી રહ્યા છે અને પરિવાર ગંભીર પરિસ્થિતિ ન બને તે માટે આવા કડક પ્રતિબંધ માટેના નિર્ણયો લેવા પડે છે.
તેઓએ લોકોને અપીલ કરતા કહ્યું કે, લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ ના નિયમોનું પાલન કરે. ખોટી ભીડ ન કરવામાં આવે અને કોરોના ને ફેલાવા માં રોકવામાં તેનું યોગદાન આપે.
મુખ્યમંત્રીએ કહ્યું કે જે લોકો માસ્ક નથી પહેરતા તેઓ બીજા લોકોનું જીવન ખતરામાં મૂકે છે.રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં કોરોના ની બીજી લહેર આવી ચૂકી છે.
આ લહેર ઘણી ખતરનાક છે અને કોરોના વાયરસના ચેપથી બચવા માટે ફરજિયાત પણે સોશિયલ ડિસ્ટન્સ નું પાલન જરૂરી છે.
પરંતુ હજુ પણ બજારોમાં લોકો કોરોના ની માર્ગદર્શિકા નું પાલન કરતા નથી અને આનાથી ચેપનો ખતરો ઝડપથી ફેલાવાનો ડર રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment