કેરીના રસિયાઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજથી થોડાક સમય પહેલા કેરીના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા હતા. ગત વર્ષ કરતા આ વર્ષે કેરીનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે આ વર્ષે માર્કેટ યાર્ડમાં કેરીની આવક ખૂબ જ ઓછી થઈ હતી.
કેરીની ઓછી આવક સામે કેરીના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા હતા. કેરીના ભાવ બમણા હોવાના કારણે આ વર્ષે સામાન્ય વર્ગ અને ગરીબ વર્ગના લોકોના નસીબમાં કેરી ન હતી. ત્યારે કેરીને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે.
જરાત રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતા ગીરની પ્રખ્યાત કેસર કેરીની આવક વધી છે અને કેરીના ભાવમાં કડાકો બોલ્યો છે. તાલાલા ગીરની અંદર મોટા પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થયું છે. દેશ-વિદેશમાં તાલાલા ગીરની કેરી ખૂબ જ પ્રખ્યાત છે.
જે કેસર કેરીના 200 થી 500 રૂપિયાનું બોક્સ મળતું હતું. તે કેસર કેરીના બોક્સ ભાવ ચાલુ વર્ષની શરૂઆતમાં 1200 થી 1500 રૂપિયા જોવા મળ્યો હતો. જેના કારણે આ વર્ષે ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે કેસર કેરી કડવી બની ગઈ હતી. ગણાતા તાલાળા માર્કેટયાર્ડમાં શરૂઆતમાં કેસર કેરીની આવક ઓછી હતી.
મળતી માહિતી અનુસાર શરૂઆતમાં માર્કેટયાર્ડમાં 3 થી 5 હજાર કેસર કેરીના બોક્સની આવક થતી હતી. પરંતુ હાલમાં માર્કેટયાર્ડમાં 15 થી 20 હજાર કેસર કેરીના બોક્સની આવક થઈ રહી છે. કેરીની આવક વધતા જ માર્કેટયાર્ડમાં કેરીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 15 જૂન સુધી કેરીની સીઝન ચાલી શકે તેવી સંભાવના છે.
આ કારણોસર કેરીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 21 એપ્રિલના રોજ કેરીના બોક્સનો ભાવ 1500 રૂપિયા ચાલી રહ્યો હતો. ત્યારે હાલમાં કેરીના બોક્સનો ભાવ 1000 રૂપિયા ચાલી રહ્યો છે. હજુ પણ આગામી દિવસમાં કેરીના ભાવમાં ઘટાડો થઈ શકે તેવી શક્યતાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment