શ્રી સાળંગપુર હનુમાનજીના ભક્તો માટે મોટા સમાચાર, સાળંગપુર મંદિર ખાતે ભક્તો માટે 100 કરોડના ખર્ચે આ વસ્તુનું નિર્માણ થશે…

મિત્રો બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સાળંગપુર ધામે શ્રી કષ્ટભંજન દેવ સાક્ષાત બિરાજમાન છે. કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કરવા માટે દેશ-વિદેશથી હરિભક્તો અહીં આવે છે. દિવસે ને દિવસે સાળંગપુર મંદિરે ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાલમાં સાળંગપુર મંદિર ખાતે ભોજના લઈને આધુનિક બનાવવાની કામગીરી ચાલી રહી છે.

40 કરોડ રૂપિયાના ખર્ચે એક સાથે 5,000 જેટલા લોકો ભોજન લઈ શકે તેવા ભોજના લઈને નિર્માણ હાલમાં થઈ રહ્યું છે. ત્યારે રાત્રિ રોકાણ માટે પણ ભક્તોને તકલીફ ન પડે તે માટે યાત્રિક ભવનનું આજરોજ ખાતમુહૂર્ત કરાયું છે. 100 કરોડના ખર્ચે આધુનિક યાંત્રિક ભવન બનાવવામાં આવશે.

સાળંગપુર મંદિર ખાતે સદગુરુ યોગીવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી યાંત્રિક ભવનનું ખાતમુહૂર્ત આજરોજ આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજીના હસ્તે કરવામાં આવ્યું છે. આધુનિક યાંત્રિક ભવનમાં વી.વી.આઈ.પી, વી.આઈ.પી સહિતના રૂમો તેમજ હોલ બનાવવામાં આવશે. જેથી અહીં આવતા ભક્તોને રાત્રી રોકાણમાં કોઈ તકલીફ નહીં પડે. કુલ ચાર વિંગમાં એક હજાર રૂમનું નિર્માણ કરાશે.

દિવસે ને દિવસે સાળંગપુર મંદિરમાં ભક્તોની સંખ્યા વધી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો શ્રી કષ્ટભંજન દેવના દર્શન માટે આવે છે. અહીં દર્શને આવતા હરિભક્તોને અગવડતા ન પડે તે માટે હાલમાં તો 40 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક ભોજનાલય બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે 100 કરોડના ખર્ચે હવે આધુનિક યાંત્રિક ભવન પણ બનશે. આ યાંત્રિક ભવન 1000 રૂમનું બનશે.

અહીં આવતા હરિભક્તોને રાત્રિ રોકાણમાં ખૂબ જ તકલીફ પડતી હતી. જેથી હવે હરિભક્તોને રાત્રિ રોકાણમાં તકલીફ ન પડે તે માટે 100 કરોડના ખર્ચે 1000 રૂમવાળુ યાત્રિક ભવન બનાવવામાં આવશે. જેના કારણે હરિભક્તો અહીં રાત્રિના સમયે રોકાઈ શકે અને બીજા દિવસે સવારે મંગળા આરતીનો લાભ લઈ શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*