ગીર માંથી કેસર કેરીના રસિયાઓ માટે આવ્યા મોટા સમાચાર,જાણો વિગતે

Published on: 3:33 pm, Fri, 10 December 21

ગિરનાર ખેડૂતોને પડી શકે છે આર્થિક ફટકો. કેસર કેરીના બગીચામાં મોર ફૂટવાની પ્રક્રિયા ન થતાં ખેડૂતો મુંઝવણમાં છે. મોર ફૂટવા ની પ્રક્રિયાને લઇને ખેડૂતો આંબામાં દવાનો છંટકાવ કરી રહ્યા છે. ગીરમાં પ્રખ્યાત કેસર કેરીનું ઉત્પાદન થાય છે

અને હજારો એકર જમીનમાં આંબાના બગીચાઓ આવેલા છે.જોકે આ કેસર કેરીના બગીચાઓ પર ચાલુ વર્ષે ઋતુનું ગ્રહણ લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે સામાન્ય રીતે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી એમ ત્રણ તબક્કામાં આંબાના બગીચાઓ માં ફ્લાવરીંગ થવાની પ્રક્રિયા થતી હોય છે.

જોકે ઘણા ખરા બગીચાઓમાં તો દિવાળી બાદ ફ્લાવરિંગ થવા લાગે છે. પરંતુ ચાલુ વર્ષે ડિસેમ્બરમાં અડધો માસ પસાર થવા આવ્યો હોવા છતાં હજુ પણ કેસર કેરીના બગીચામાં મોર ફૂટવાની પ્રક્રિયા ચાલુ થઈ નથી જેના કારણે ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે.

જોકે આંબામાં મોર ફૂટવાની પ્રક્રિયા હજુ સુધી બંધ પડી હોવાથી ખેડૂતો આંબામાં દવાનો છંટકાવ કરી રહ્યા છે. બીજી બાજુ ગીરના કોઈ ભાગમાં મોર ફૂટવાની પ્રક્રિયા શરૂ થઇ છે અને તે પણ જૂજ માત્રામાં.

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં આવેલા કેસર કેરીના બગીચાઓમાં નવેમ્બર મહિનામાં મોર ફૂટની પ્રક્રિયા પ્રથમ તબક્કા સમયે જ વાતાવરણ યોગ્ય ન રહેતા અને કમોસમી વરસાદ થતાં આંબાવાડીઓમાં મોર ફૂટવાની પ્રક્રિયા અટકી પડી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!