ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીના મતગણતરી ને લઈને આવ્યા મોટા સમાચાર.

Published on: 3:57 pm, Thu, 5 November 20

સૌરાષ્ટ્ર-કચ્છની ગુજરાતની આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન 3 નવેમ્બરના રોજ થયું છે અને તેની મતગણતરી 10 નવેમ્બરના રોજ થવાની છે. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકના પેટાચૂંટણીના મતગણતરી સેન્ટર ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ચાર વિધાનસભા બેઠકોની મતગણતરી સ્થાનિક કક્ષાએ જ્યારે ચાર બેઠકોની મતગણતરી જિલ્લાના હેડક્વાર્ટર માં કરવા માટે.

જે તે જિલ્લાના રિટર્નિંગ ઓફિસરને સત્તાવાર જાણ કરવામાં આવી હોવાનું ચૂંટણીપંચના સૂત્રોએ જણાવ્યું છે. અબડાસા ની મતગણતરી ભુજની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, લીંબડીની મતગણતરી એમ પી શાહ આર્ટસ કોલેજ સુરેન્દ્રનગર, મોરબી બેઠકની મતગણતરી ગવર્મેન્ટ પૉલિટેક્નિક કોલેજ મોરબી, ધારી બેઠકની મતગણતરી.

શ્રી યોગીજી મહારાજ મહિલા કોલેજ ધારી, ગઢડા વિધાનસભા બેઠકની મતગણતરી ભક્તરાજ દાદા ખાચર કોલેજ ગઢડા, કરજણ બેઠક મતગણતરી પોલિટેકનિક કોલેજ વડોદરા, ડાંગ બેઠકની મતગણતરી.

ગવર્મેન્ટ સાયન્સ કોલેજ આહવા, કપરાડા બેઠક મતગણતરી ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ કપરાડા ખાતે કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!