કેન્દ્રિય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ સાત મહિના બાદ ફરી એક વખત નવરાત્રીના નવલા દિવસોમાં ગુજરાત આવી રહ્યા છે. નવરાત્રિના તહેવારની શરૂઆતમાં એટલે કે તા.17 ઓક્ટોમ્બર અને 19 ઓક્ટોબર સુધી તેઓ ગુજરાતમાં રોકાવાના છે. છેલ્લે તેઓ ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત આવ્યા હતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને તેમનો પરિવાર બીજા નોરતે પોતાના ગામ માણસા માં બહુચર માતાના દર્શન કરવા માટે જવાના છે. આ પરંપરા તેમને અચૂક જાળવી રાખી છે અને બીજા નોરતે તેઓ પોતાના પરિવાર સાથે માતાજીના દર્શન કરવા માટે માણસા જશે. રાજકીપક્ષ માંથી મળતી માહિતી અનુસાર આ કોઈ રાજકીય મુલાકાત નથી.
તા 17 મી મોડી રાતે અમદાવાદ આવશે અને તારીખ 18 ઓક્ટોબર ના બીજા નોરતા ના પ્રસંગે તો પરિવાર સાથે માણસામાં માતાજીના દર્શન કરવા માટે જશે.20 ઓક્ટોબરના રોજ તેઓ ફરી દિલ્હી જવા માટે રવાના થશે અને આ સમય દરમ્યાન કોઇ ખાસ મીટીંગ કે બેઠકનું આયોજન કરવામાં આવ્યું નથી. આ એમનો અંગત પારિવારિક પ્રવાસ છે.તેઓ બહુચરાજી મંદિરે નોરતા નિમિત્તે થનારી મહાઆરતી માં પણ ભાગ લેશે.
લોકડાઉન દરમિયાન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મત શેત્ર ગાંધીનગરમાં પ્રજાને સુરક્ષિત રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. આ સાથે સંજીવની રથ સહિતના આરોગ્ય સેવાઓ વધારો કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા હતા.
લોકડાઉન બાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પણ વિડીયો કોન્ફરન્સ યોજી અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક વિકાસ કાર્યોની શરૂઆત કરાવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment