ખેડૂતોના ઉગ્ર આંદોલન વચ્ચે રાજસ્થાનથી ભાજપન અને કોંગ્રેસ માટે ચૂંટણીના પરિણામોને લઇને આવ્યા મોટા સમાચાર.

Published on: 9:10 am, Wed, 9 December 20

રાજસ્થાન 21 જિલ્લામાં યોજાયેલી પંચાયત સમિતિના સભ્યો તથા જિલ્લા પરિષદના સભ્યો માટે યોજાયેલી ચાર તબક્કાની ચૂંટણીના પરિણામ મંગળવાર ની રાતે આંકડા આવ્યા હતા અને મહત્વની વાત એ છે કે હજુ ફાઈનલ આંકડા આવવાના બાકી છે. પંચાયત સમિતિની ચૂંટણીમાં મોદી રાત સુધી ના આકડા નું માણીએ તો ભાજપને 1883 સીટ અને કોંગ્રેસ 1713 સીટ પર જીત મળી છે.

રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 335 અપક્ષમાંથી જીત્યા છે તો વળી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના પણ 54 ઉમેદવારો વિજયી બન્યા છે. આ ચૂંટણીનું ફાઈનલ પરિણામ આવી જતાં હવે બાદમાં સરપંચ અને જિલ્લા પ્રમુખની ચૂંટણી 10 ડિસેમ્બર ના રોજ યોજાવાની છે.

રાજ્યના 33 જિલ્લા માંથી 21 જિલ્લામાં અજમેર, ભીલવાડા, બાડમેર, બાસવાડા, બિકાનેર, બુંદી, ચિત્તોડગઢ, હનુમાનગઢ, જાલોર, ચૂરું, જેલમેર, પાલી, ઝાલાવાડ, પ્રતાપગઢ, રાજસંમદ, નાગોર, ઝુંઝુન, શિકાર, ટોંક,ઉદયપુર જિલ્લા પરિષદ સભ્યો.

તથા પરિષદ સભ્યો અને પંચાયત સમિતિના સભ્યો ની મત ગણતરી ભારત બંધને ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!