સોમનાથ મહાદેવે આવતા ભક્તો માટે આવ્યા મોટા સમાચાર, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યા આ સંકેત…

80

સમગ્ર દેશને કોરોનાની મહામારી ના કારણે મોટા ભાગના ધાર્મિક સ્થળો બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સોમનાથ મહાદેવ મંદિરે દાદાના દર્શન કરવા પહોંચ્યા હતા. ઉપરાંત નીતિન પટેલે દર્શન કર્યા બાદ કહ્યું હતું કે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી છે.

તેમજ મહત્વનું એ છે કે હજારો ભક્તો મહાદેવના દર્શન કરવા માટે આવે છે ત્યારે માયા મુખ્ય મંત્રી નીતિન પટેલે દરિયાકિનારે પણ વોક વે બનશે તેવું જણાવ્યું હતું.

આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાણકારી આપી હતી કે સોમનાથમાં બીજા આગામી સમયમાં બીજા પણ કાર્યક્રમો હાથ ધરાશે એવા પણ સંકેત આપ્યા છે.

આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે સોમનાથ મહાદેવ મંદિરમાં રાજ્યોમાં સારો ખેતીલાયક વરસાદ પડે અને રાજ્યમાંથી કોરોનાની મહામારી દૂર થાય તે માટે પ્રાર્થના કરી હતી.

ઉપરાંત આ વખતે 9 ઓગસ્ટથી શ્રાવણ મહિના સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે અને શ્રાવણ મહિનાનો અંત 6 સપ્ટેમ્બરના રોજ સોમવારના દિવસે પૂર્ણ થાય છે.

શ્રાવણ મહિનાને લઇને શિવભક્તોમાં ભારે આનંદ અને ઉત્સાહથી લાગણી જોવા મળી રહી છે. શ્રાવણ મહિનાના પાંચ સોમવાર અતિ શુભ માનવામાં આવે છે અને આ પાંચ દિવસે લોકો શિવની પૂજા કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!